અમદાવાદની શાળાઓને (Schools ) ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા મામલે મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે અમદાવાદની સ્કૂલોને ધમકીભર્યો ઈમેઈલ પાકિસ્તાનથી (Pakistan) કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 6 મેના રોજ અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ કરાયા હતા. શહેરની નવ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
શાળાઓને ધમકી ભર્યા ઈ-મેઈલ પાકિસ્તાનથી કરાયા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતમાં મતદાનના એક દિવસ પૂર્વે જ એટલે કે 6 મેના અમદાવાદ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હવે પાકિસ્તાનથી આ ઈ-મેઈલ કોણે કર્યો, આ ધમકી પાછળનો હેતુ શું હતો તે દિશામાં તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.
નોંધનીય છે કે અમદાવાદની અલગ અલગ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. ધમકી ભર્યા મેઈલના કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીએ કર્યો હતો. તપાસમાં ક્રાઈમબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
મળતી જાણકારી અનુસાર ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની જાણકારી મળી રહી છે. બોમ્બની ધમકી બાદ પોલીસ અને BDDSની ટીમ દોડતી થઇ હતી અને તપાસ શરૂ કરી છે. સાથે જ બોમ્બ સ્કવોર્ડની ટીમ પણ તપાસ કરી રહી છે. સ્કૂલોને ધમકી મળ્યા બાદ પોલીસને જાણ કરાઈ છે.
પોલીસે અફવાઓથી દૂર રહેવા લોકોને કરી અપીલ
અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કેસને લઇને પોલીસે મોટાભાગની તપાસ પૂર્ણ થઇ હતી. પોલીસ તપાસમા સ્કૂલોમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. આ અફવા સાબિત થઇ હતી. અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ તરફથી અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવુ, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.