WhatsApp Status Update: વૉટ્સએપ પર એક પછી એક અદભૂત અને કામના ફિચર્સ આવી રહ્યાં છે, ફરી એકવાર WhatsApp તેના નવા ફિચર સાથે દેખાવા જઈ રહ્યું છે. આ ફિચર સ્ટેટસ અપડેટ્સ સાથે સંબંધિત છે, જેના માટે યૂઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જાણકારી અનુસાર, આ ફિચરમાં કંપની હવે યૂઝર્સને કોઈપણ કૉન્ટેક્ટના અનસીન અપડેટનું નૉટિપિકેશન આપશે.


દર વખતની જેમ આ વખતે પણ WABetainfo એ ફિચર વિશે માહિતી આપતાં તેનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આ અપડેટ Android માટે WhatsApp બીટાના વર્ઝન 2.24.8.13માં જોવામાં આવ્યું છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. સ્ક્રીનશૉટમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કોઈ કોન્ટેક્ટના અનસીન અપડેટનું નૉટિફિકેશન યૂઝરને આવશે. આ ફિચરની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે આ WhatsApp સ્ટેટસ ટેગનો એક ભાગ છે.






આ સ્ટેટસ અપડેટ સાથે જોડાયેલું હોઇ શકે છે નવું ફિચર  
અગાઉ, એક નવા ફિચર વિશે માહિતી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ WhatsApp યૂઝર્સ તેમની સ્ટૉરી અથવા સ્ટેટસમાં કોન્ટેક્ટ એડ કરી શકશે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈની સાથે સ્ટેટસ પોસ્ટ કરી રહ્યાં છો, તો તમે તે વ્યક્તિને તમારા સ્ટેટસ પર ટેગ પણ કરી શકો છો. આ ફિચર બિલકુલ એવુ જ હશે જે પહેલાથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં છે. તમે તમારા સ્ટેટસમાં જેને પણ ટેગ કરશો, તે વ્યક્તિને પણ ટેગ થવાનું નૉટિફિકેશન મળશે.


ફિચરમાં મળી શકે છે કસ્ટમાઇઝેશનનો ઓપ્શન  
એવું માનવામાં આવે છે કે નવું સ્ટેટસ અપડેટ નૉટિફિકેશન ફિચર યૂઝરને સ્ટેટસ અપડેટમાં ટેગ થવા પર તેની જાણ કરશે. કંપની સ્ટેટસ અપડેટ નૉટિફિકેશન માટે કસ્ટમાઈઝેશન પણ આપી શકે છે, જેમાં યૂઝર્સ એવા કૉન્ટેક્ટ્સને પસંદ કરી શકશે કે જેમના સ્ટેટસ અપડેટ નૉટિફિકેશન તેઓ મેળવવા માગે છે.