WhatsApp Latest Update: વોટ્સએપ હંમેશા નવા ફીચર પર કામ કરતું રહે છે જેથી તેના યુઝર્સને આ પ્લેટફોર્મ પર હંમેશા નવો અનુભવ મળે. આ વખતે વોટ્સએપે પોતાના એક જૂના ફીચરને સુધારવાનો પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં વોટ્સએપે બીટા યુઝર્સ માટે એન્ડ્રોઇડ 2.24.6.13 અપડેટ વર્ઝન રિલીઝ કર્યું છે. આ વર્ઝન મારફતે યુઝર્સને એક નવું ફીચર મળશે, જેના દ્વારા યુઝર્સ તેમના WhatsApp એકાઉન્ટમાં ત્રણથી વધુ ચેટ બોક્સ અથવા ગ્રુપ્સને પિન કરી શકશે.






વોટ્સએપનું નવું ફીચર


નોંધનીય છે કે જો તમે અત્યારે WhatsApp નો ઉપયોગ કરો છો, તો તમને વધુમાં વધુ ત્રણ ચેટ્સ પિન કરવાનો વિકલ્પ મળે છે, જેમાં પર્સનલ ચેટ્સ અને ગ્રુપ ચેટ્સ બંનેનો સમાવેશ થાય છે. જો કે, એવા ઘણા યુઝર્સ છે જેમને કુલ ત્રણ કરતાં વધુ ચેટ પિન કરવાની જરૂર છે. આવા યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વોટ્સએપે આ નવું બીટા વર્ઝન બહાર પાડ્યું છે.


આ અપડેટના આવ્યા બાદ યુઝર્સ તેમના WhatsApp એકાઉન્ટમાં વ્યક્તિગત ચેટ્સ અને ગ્રુપ્સ સહિત 3 થી વધુ ચેટ્સને પિન કરી શકશે. WABetaInfo ના તાજેતરના અહેવાલ મુજબ, WhatsApp ભવિષ્યના અપડેટ્સ દ્વારા આ સુવિધાને રોલઆઉટ કરવાનું શરૂ કરશે. હાલમાં આ સુવિધા ડેવલપમેન્ટના તબક્કામાં છે. WABetaInfo એક એવી વેબસાઇટ જે WhatsAppના તમામ નવા અપડેટ્સ વિશે માહિતી પુરી પાડે છે.


તમે કેટલી ચેટ્સ પિન કરી શકો છો?


આ રિપોર્ટમાં એક તસવીર પણ જોવામાં આવી છે જેમાં જોઈ શકાય છે કે વોટ્સએપ એકાઉન્ટમાં 5 ચેટ્સ પિન કરવામાં આવી છે, જેમાં ગ્રુપ અને પર્સનલ ચેટ્સ પણ સામેલ છે. જો કે, કંપનીએ હજુ સુધી માહિતી આપી નથી કે આ નવા અપડેટ પછી યુઝર્સ વધુમાં વધુ 5 ચેટ પિન કરી શકશે કે તેનાથી વધુ.


જો કે, ચેટ્સ પિન કરવા ઉપરાંત WhatsApp ચેનલોને પિન કરવા માટે એક ફીચર ડેવલપ કરી રહ્યું છે. વોટ્સએપ ચેનલને પિન કરવાના ફીચરના સમાચાર પહેલા જ આવી ચૂક્યા છે, જો કે, આ ફીચર હજુ સુધી રોલઆઉટ કરવામાં આવ્યું નથી. હવે એવું લાગે છે કે વોટ્સએપ પહેલા ચૅનલ પિનિંગ અને પછી ચૅટ્સ પિન કરવાનું ફિચર રોલઆઉટ કરશે.