WhatsApp Updates And News: વૉટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીનું ખૂબ ધ્યાન રાખીને ખૂબ જ ઝડપથી નવા ફિચર્સ જાહેર કરી રહ્યું છે. હાલમાં જ વૉટ્સએપે એક નવું ફિચર જાહેર કર્યું છે, જેમાં જો તમે કોઈને ઓડિયો મેસેજ મોકલો છો, તો તે એકવાર સાંભળ્યા પછી તે આપમેળે ગાયબ થઈ જશે. વૉટ્સએપે આ ફિચરને સેલ્ફ ડિસ્ટ્રકટિંગ ઓડિયો મેસેજ નામ આપ્યું છે. હાલમાં વૉટ્સએપે આ ફિચર બીટા વર્ઝનમાં રિલીઝ કર્યું છે, જે આગામી દિવસોમાં તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે.


ઓડિયો મેસે આ ફિચરથી થશે પ્રાઇવેટ 
વૉટ્સએપ એન્ડ્રોઈડ અને આઈઓએસ એમ બંને વર્ઝન પર પોતાનું સ્વ-વિનાશ ઓડિયો માઉસ રિલીઝ કરશે. આ મેસેજનું હાલમાં એન્ડ્રોઇડ અને iOS પર બીટા વર્ઝનમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી ઓડિયો મેસેજ પહેલા કરતા વધુ પ્રાઈવેટ થઈ જશે. વ્યૂ વન્સ મેસેજમાં હાલમાં યૂઝર્સને માત્ર ફોટો અને વીડિયો શેર કરવાનો ઓપ્શન મળે છે, પરંતુ હવે ઓડિયો મેસેજ સાથે પણ આ કરી શકાશે.


સાંભળ્યા પછી ગાયબ થઇ જશે ઓડિયો  
WABetaInfoના રિપોર્ટ અનુસાર, એકવાર WhatsAppના સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ઓડિયો મેસેજ ફિચર તમામ એન્ડ્રોઇડ અને iOS વર્ઝન પર રિલીઝ થઈ જાય, તો તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો. આ ફિચરમાં કોઈપણ ઓડિયો મેસેજને એકવાર સાંભળ્યા બાદ તે ઓટોમેટીક ડિલીટ થઈ જશે. આ ફિચર વૉટ્સએપના વ્યૂ વન્સ ફિચર જેવું હશે, જેમાં એક વાર જોયા પછી ફોટો-વિડિયો ઓટોમેટિક ડીલીટ થઈ જાય છે.


આવી રીતે કામ કરશે નવું ઓડિયો ફિચર 
પબ્લિકેશન દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશૉટમાં જોવામાં આવે છે કે વૉઈસ મેસેજ યૂઝર્સને '1' બટનથી બતાવવામાં આવી રહ્યો છે. તેના પર ટેપ કર્યા બાદ વૉઈસ મેસેજ પ્લે થશે અને ઓડિયો ખતમ થયા બાદ તે ગાયબ થઈ જશે. મેટાની માલિકીનું પ્લેટફોર્મ પ્રારંભિક પરીક્ષણ પછી સ્થિર સંસ્કરણમાં દરેક માટે આ સુવિધાને રૉલઆઉટ કરી શકે છે.


હવે 31 લોકો એક સાથે કરી શકશે ગ્રુપ કોલિંગ


ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગ્રુપ કોલિંગની મર્યાદા વધારી છે. હવે તમે આ મેસેજિંગ એપ પર એક સાથે 31 લોકો સાથે વાત કરી શકો છો, પહેલા વોટ્સએપ પર આ મર્યાદા 7 હતી જે વધારીને 15 કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 31 કરવામાં આવી છે. નોંધનીય છે કે WhatsAppએ હાલમાં આ ફીચરને ફક્ત iOS વર્ઝન માટે લાઈવ કર્યું છે. 


ઉલ્લેખનીય છે કે વોટ્સએપે ગયા વર્ષે આ ફીચરની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આવનારા સમયમાં કુલ 32 યુઝર્સ એકસાથે ગ્રુપ કોલમાં વાત કરી શકશે. નવી સુવિધા એકસાથે ઘણા લોકો સાથે મીટિંગ યોજવામાં મદદ કરશે, જેમ કે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ગૂગલ મીટ.









WhatsAppએ હાલમાં આ ફીચર iOS વર્ઝન માટે લોન્ચ કર્યું છે, જેમાં આ યુઝર્સ હવે 31 લોકો સાથે ગ્રુપ કોલ કરી શકશે. જો તમે આ ફીચરને એક્ટિવેટ કરવા માંગો છો તો અહીં અમે તમને તેના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ. વોટ્સએપ દ્વારા તેના એન્ડ્રોઈડ વર્ઝનના રોલઆઉટ વિશે કંઈ કહેવામાં આવ્યું ન હતું.                       


ગ્રુપ કૉલમાં 31 લોકોને કેવી રીતે ઉમેરશો?                         


-સૌ પ્રથમ તમે જ્યાં કૉલ શરૂ કરવા માંગો છો તે ગ્રુપ ચેટ ઓપન કરો


-હવે વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટન પર ટૅપ કરો જે સ્ક્રીનની ટોપ પર છે


-હવે કન્ફર્મ કરો કે તમે ગ્રુપમાં કોલ કરવા માંગો છો


-અહીં જો તમારા ગ્રુપમાં 32 કે તેથી ઓછા યુઝર્સ છે તો તમારો ગ્રુપ કોલ તમામ યુઝર્સ સાથે શરૂ થશે.


- જો ગ્રુપમાં 32 થી વધુ સભ્યો હશે તો તમારે 31 યુઝર્સને પસંદ કરવા પડશે જેની સાથે તમે વાત કરવા માંગો છો.


-સભ્યોને પસંદ કર્યા પછી તમે વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટન પર ટૅપ કરીને કૉલ શરૂ કરી શકો છો.