WhatsApp Wedding Card Fraud: ભારતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, સ્કેમર્સ તમારા બેંક ખાતાને ખાલી કરવા પર નજર રાખી રહ્યા છે. સ્કેમર્સે લોકોને ફસાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. ભારતના 4-4 રાજ્યોની પોલીસે આ અંગે ચેતવણી જાહેર કરી છે. આ સ્કેમર્સ લગ્નની સિઝનનો ફાયદો ઉઠાવીને લોકોને છેતરતા હોય છે.


સ્કેમર્સ આ રીતે WhatsApp યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે


ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, સ્કેમર્સ વોટ્સએપ પર યુઝર્સને ટાર્ગેટ કરવા માટે વેડિંગ ઈન્વિટેશન કાર્ડ મોકલે છે. આ કાર્ડમાં APK ફાઈલ પણ મોકલવામાં આવે છે. યૂઝર તેના ફોનમાં એપીકે ફાઇલ ઈન્સ્ટોલ કરતાની સાથે જ તેના ફોનમાં ખતરનાક માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. સ્કેમર્સ લગ્નના કાર્ડ દ્વારા લોકોના ફોન એક્સેસ કરી રહ્યા છે અને ત્યાર બાદ તેમને જરૂરી માહિતી મળે છે. એટલું જ નહીં, કૌભાંડીઓ લોકોને આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યાં એક વ્યક્તિએ 4.5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.


ચાર રાજ્યોની પોલીસ એલર્ટ


આ કૌભાંડને કારણે ચાર રાજ્યોની પોલીસે લોકોને એલર્ટ કરી દીધા છે. જેમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની પોલીસનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું  છે કે, લગ્નની કંકોત્રી apk ફાઇલ  મળ્યા પછી તેના પર ક્લિક કરશો નહીં. આના કારણે તમારા ફોનમાં ખતરનાક મૈલવેર ઇન્સ્ટોલ થઈ જશે અને પછી ડિવાઈસની એક્સેસ સ્કેમર્સના હાથમાં આવી જશે.                                                                                          


આ બાબતોનું ધ્યાન રાખો



  • અજાણ્યા નંબરોથી સાવચેત રહો.

  • શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.

  • સોફ્ટવેર અપડેટ રાખો.

  • મજબૂત પાસવર્ડ્સનો ઉપયોગ કરો.

  • ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો.

  • સાયબર ક્રાઈમ બ્રાન્ચને સૂચિત કરો.


આ પણ વાંચો 


Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો