નવી દિલ્હી: WhatsApp પોતાના યુઝર્સ માટે સતત નવા નવા ફિચર્સ સાથે અપડેટ આપતું રહે છે. જો કે, હવે WhatsApp જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનમાં પોતાનો સપોર્ટ બંધ કરી દેશે. કંપનીએ એવા સ્માર્ટફોનની લિસ્ટ પણ જાહેર કરી દીધી છે જેમાં 1 જાન્યુઆરીથી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. iOS 9 અને એન્ડ્રોઈડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેવાળા સ્માર્ટફઓન પર WhatsApp કામ નહીં કરે.


કંપની અનુસાર WhatsApp ના તમામ ફીચર્સ યૂઝ કરવા માટે iPhone યૂઝર્સે iOS 9 કે તેનાથી ઉપર અને એન્ડ્રોઈજ યૂઝર્સે 4.0.3 કે તેનાથી ઉપરનું વર્ઝન યૂઝ કરવું પડશે.
iPhonesના કયા મોડલ્સમાં નહીં ચાલે WhatsApp ?

iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, iPhone 6Sને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 થી અપડેટ કરવું પડશે. જો કે, iPhone 6S, 6 Plus, અને iPhone SE ને iOS 14 થી અપડેટ કરી શકાય છે.
એન્ડ્રોઈડના આ ફોનમાં બંધ થઈ જશે WhatsApp

Android 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમવાળા ફોનમાં WhatsApp નહીં ચાલે. આ સ્માર્ટફોનમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ્સને સામેલ કરવામાં આવ્યા છે.