નવી દિલ્હી:  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. WhatsAppના યુઝર્સ, તેના રાઈવલ્સ અને ભારત સરકારે પણ નવી પોલિસીની આલોચના કરી હતી. તેની વચ્ચે WhatsApp 15 મેથી નવી પાઈવસી પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો શું થશે.


WhatsApp FAQ પેજની જાણકારી અનુસાર, WhatsAppના યુઝર્સ નવી પાઈવસી શરતોને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તે 120 દિવસ સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન તેની કાર્યક્ષમતા મર્યાદિત રહેશે. થોડા સમય માટે યુઝર્સના કોલ અને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, પરંતુ એપથી મેસેજ વાંચી કે મોકલી શકાશે નહીં. 120 દિવસમાં શરતોને નહીં સ્વીકારે તો WhatsApp એકાઉન્ટ ડિલિટ કરી દેશે.

જો યુઝર્સ 15 મે બાદ 120 દિવસની અંદર પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું WhatsApp એકાઉન્ટ કંપની ડિલિટ કરી નાંખશે. આ એકાઉન્ટના તમામ WhatsApp ચેટ અને ગ્રુપ પણ લૂસ થઈ જશે. તેના બાદ જો તમારે એ જ ફોન નંબર સાથે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે અને શરૂઆતથી જ શરૂ કરવું પડશે. પરંતુ આ માટે પણ તમારે પહેલા નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો પડશે.

WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના માટે વોટ્સએપે અત્યાર સુધીમાં તેના સ્ટેટસ અપડેટ પેજનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત જાહેરમાં ખુલાસો કર્યો અને હવે નવું બેનર પણ એપમાં દર્શાવવા માટે તૈયાર છે. WhatsApp ખાતરી આપી રહ્યું છે કે તેમની ચેટ ખાનગી રહેશે અને નવી પ્રાઈવસી પોલિસી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.