WPL 2023: વૂમન્સ પ્રીમિયર લીગનો ખિતાબ મુંબઇ ઇન્ડિયન્સે જીત્યો, હરમનપ્રીતકૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને પહેલી સિઝન પોતાની નામે કરી લીધી છે. વળી, વૂમન્સ પ્રીમિયર લીગ કે પહેલા સિઝનને વ્યૂવરશિપના કેસમાં અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ખરેખરમાં, રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની દિલ્હી કેપિટલ્સની મેચને દુનિયાભરમાં 10 મિલિયન નવા ફેન્સે જિઓ સિનેમા પર લાઇવ જોઇ. આ કોઇ પણ વૂમન્સ ટૂર્નામેન્ટનો રેકોર્ડ છે. અત્યાર સુધી કોઇપણ વૂમન્સ ટૂર્નામેન્ટને આટલી મોટી સંખ્યામાં ફેન્સે લાઇવ નથી જોઇ.
10 મિલિયનથી વધુ લોકોએ એવરેજ 50 મિનિટથી વધુ 4K માં જોઇ -
વૂમન્સ પ્રીમિયર લીગ ફાઇનલ મેચને 10 મિલિયનથી વધુ લોકોએ એવરેજ 50 મિનિટથી વધુ 4Kમાં જોઇ, ખરેખરમાં, વૂમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનની લાઇવ બ્રૉડકાસ્ટ સ્પૉર્ટ્સ-18 પર કરવામાં આવ્યુ હતુ. આ ટૂર્નામેન્ટના લાઇવ સ્ટ્રીમિંગનો લાભ ફેન્સે ને જિઓ સિનેમાં પર ઉઠાવ્યો. જિઓ સિનેમાએ હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં વૂમન્સ પ્રીમિયર લીગની મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ બતાવ્યુ, જિઓ સિનેમા પર ફેન્સે અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, ઓડિશા, બંગાળી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં વૂમન્સ પ્રીમિયર લીગની મેચોનો લાભ ઉઠાવ્યો.
મહિલા આઈપીએલ પ્રાઈઝ મની
વિમેન્સ પ્રીમિયર લીગ 2023 જીતનાર ટીમને 6 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું. ફાઈનલ મેચમાં હારનાર ઉપવિજેતા ટીમને 3 કરોડ રૂપિયાની પ્રાઇમ મની આપવામાં આવી. આ સિવાય એલિમિનેટરમાં હારીને બહાર થઈ ગયેલી ટીમ યુપી વોરિયર્સને પણ 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોથા અને પાંચમા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની ટીમને કંઈ નહીં મળે.
કોને કયો એવોર્ડ મળ્યો
- પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ - રાધા યાદવ, દિલ્હી કેપિટલ્સ, ટ્રોફી અને રૂ. 1 લાખ
- પ્લેયર ઓફ ધ મેચ - નેટ સીવર-બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 2.5 લાખ
- સિઝનની પાવરફુલ સ્ટ્રાઈક - સોફી ડિવાઈન, આરસીબી, ટ્રોફી અને રૂ. 5 લાખ
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - યસ્તિકા ભાટિયા - ટ્રોફી અને રૂ. 5 લાખ
- ફેરપ્લે એવોર્ડ - મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ
- કેચ ઓફ ધ સીઝન - હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ વિકેટ, પર્પલ કેપ - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- સૌથી વધુ રન, ઓરેન્જ કેપ - મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન - હેલી મેથ્યુસ, મુંબઈ ઈન્ડિયન્સ - ટ્રોફી અને રૂ. 5 લાખ
જાણો IPL અને WPL ના મોટા એવૉર્ડ્સ વિનર્સની પ્રાઇઝ મની....
કેટેગરી | WPL 2023 | IPL 2022 |
વિજેતા ટામ | 6 કરોડ રૂપિયા | 20 કરોડ રૂપિયા |
રનર-અપ ટીમ | 3 કરોડ રૂપિયા | 13 કરોડ રૂપિયા |
ઓરેન્જ કેપ વિનર (સૌથી વધુ રન) | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
પર્પલ કેપ વિનર (સૌથી વધુ વિકેટ) | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
કેચ ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 12 લાખ રૂપિયા |
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 20 લાખ રૂપિયા |
પાવરફૂલ સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન | 5 લાખ રૂપિયા | 15 લાખ રૂપિયા |
IPL 2023માં હજુ વધશે પ્રાઇઝ મની -
IPL 2022ની સરખામણીમાં IPL 2023માં દરેક કેટેગરીમાં પ્રાઇઝ મનીમાં વધારો થઇ શકે છે. કુલ 20 થી 25% સુધી પ્રાઇઝ મની વધારાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં કુલ 46.5 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે વહેંચવામાં આવ્યા હતા. આગામી થોડાક દિવસોમાં IPL 2023ની પ્રાઇઝ મનીને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.