X Live Streaming Service: દુનિયાભરમાં સ્માર્ટફોન યૂઝર્સ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ લિસ્ટમાં ઘણીબધી કંપનીઓ ટૉપ પર છે, પરંતુ હવે એક્સે મોટા ફેરફારો સાથે બધાને ચોંકાવ્યા છે. એલન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નવી જાહેરાત કરવામાં આવી છે, આ નવા અપડેટ મુજબ કૉમન યૂઝર્સ X પર લાઈવસ્ટ્રીમિંગ કરી શકશે નહીં. જોકે, X એ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ ફેરફાર ક્યારે લાગુ કરવામાં આવશે, પરંતુ તેણે કહ્યું કે તે ટૂંક સમયમાં થશે.


Xની ઓફિશિયલ લાઇવ પ્રૉફાઇલે એક પૉસ્ટ શેર કરતાં લખ્યુ કે જલદી જ, માત્ર પ્રીમિયમ સબ્સક્રાઇબ્રસ જ X પર લાઇવસ્ટ્રીમિંગ (લાઇવ વીડિયો સ્ટ્રીમ) કરી શકશે, આમાં X ઇન્ટીગ્રેશન વાળા એન્કૉડરથી લાઇવ કરવું પણ સામેલ છે. લાઇવ ચાલુ રાખવા માટે પ્રીમિયમમાં અપગ્રેડ કરો. આ ઉપરાંત યૂઝર્સ હવે X ઇન્ટીગ્રેશન વાળા એન્કૉડર પ્લેટફોર્મ પર પણ લાઇવસ્ટ્રીમ શરૂ નહીં કરી શકે. 


X બનશે આવું પહેલું પ્લેટફોર્મ 
નોંધનીય છે કે Instagram, Facebook, YouTube અને TikTok જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમિંગ માટે કોઈ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. આ ફેરફાર પછી X એકમાત્ર પ્લેટફોર્મ બની જશે જે લાઇવસ્ટ્રીમિંગ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની માંગણી કરે છે.


એલન મસ્કએ 2022 માં X હસ્તગત કર્યા પછી ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેમાં જૂના વેરિફાઇડ પ્રોગ્રામને નાબૂદ કરવા કંપનીનું નામ ટ્વિટરથી બદલીને પરંતુ, આ નવા અપડેટ સાથે X પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પાછળ લાઇવસ્ટ્રીમિંગ જેવી સુવિધાઓ મૂકીને સબ્સ્ક્રાઇબ કરવા માટે યૂઝર્સને પ્રોત્સાહિત કરી રહ્યું છે.


Xનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન વેબ પર દર મહિને 215 રૂપિયાથી શરૂ થાય છે અને પ્રીમિયમ+ ટાયર માટે 1,133 રૂપિયા સુધી જાય છે. આ ફેરફાર સાથે Xના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનના દરમાં વધારો થવાની ધારણા છે. X દ્વારા આ પગલું એવા યૂઝર્સને અસર કરશે જેઓ તેમના વિચારો શેર કરવા અથવા તેમના અનુયાયીઓ સાથે લાઇવ વાતચીત કરવા માટે લાઇવસ્ટ્રીમિંગનો ઉપયોગ કરે છે. હવે તેઓએ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવી પડશે, જેના માટે કેટલાક યૂઝર્સને અન્ય પ્લેટફોર્મ પર જવાની જરૂર પડી શકે છે.