Elon Musk X Data Leak: એક્સ યૂઝર માટે એક ખતરાના સમાચાર સામે આવ્યા છે. એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર)ના લાખો યૂઝર્સના ડેટા લીક થયો છે. આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 200 મિલિયન એટલે કે 20 કરોડથી વધુ યૂઝર્સ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. જો કે, X દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.


સાયબર પ્રેસના સંશોધકોએ દાવો કર્યો છે કે લીક થયેલા રેકોર્ડનું કદ 9.4GB (અંદાજે 1 GB ની 10 ફાઇલો) છે. જેમાં યૂઝર્સના ઈમેલ એડ્રેસ, નામ અને અન્ય એકાઉન્ટ ડિટેલ સામેલ છે. આ ડેટા ભંગ લાખો X યૂઝર્સને અસર કરી શકે છે.


આ એકાઉન્ટ પરથી જાહેર કરવામાં આવ્યો લીક ડેટાબેઝ 
સંશોધકોએ જણાવ્યું હતું કે યૂઝર્સ હવે ફિશિંગ, ઓળખની ચોરી અને અન્ય ઘણા પ્રકારના ઓનલાઈન હુમલાઓનો સામનો કરી શકે છે. લીક થયેલો ડેટાબેઝ મિચુપા નામના એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, X એકાઉન્ટ સાથે સંબંધિત આ લીક થયેલા ડેટા લીકમાં ડાઉનલૉડ કરી શકાય તેવી લિંક્સ છે જે યૂઝર્સ માટે મોટી મુશ્કેલી લાવી શકે છે.


ખુદને કઇ રીતે રાખી શકો છો સેફ ? 
પોતાને સુરક્ષિત રાખવા માટે યૂઝર્સ પાસવર્ડ બદલવા, ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઇનેબલ કરવા અને સસ્પેક્ટેડ ઇમેઇલ અને મેસેજની અવગણવા જેવી કેટલીક સેફ્ટી ટિપ્સ અજમાવી શકે છે. યૂઝર્સે તરત જ તેમના X એકાઉન્ટની લૉગિન એક્ટિવિટી ચેક કરવી જોઈએ અને તેમનું એકાઉન્ટ કયા એકાઉન્ટમાં લોગ ઈન થયેલ છે તેના પર પણ નજર રાખવી જોઈએ.


મજબૂત સલામતી અને સુરક્ષા પ્રથાઓ લાગુ કરીને, અમે સામયિક સુરક્ષા ઓડિટ દ્વારા સંભવિત નબળાઈઓને ઓળખી શકીએ છીએ. આ સાથે લોકોને ઓનલાઈન એટેક વિશે જાગૃત કરો. આ સિવાય યૂઝર્સે ભૂલથી પણ કોઈ લિંક ખોલવી જોઈએ નહીં કારણ કે તે માલવેર હોઈ શકે છે.