નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ અંતે Xiaomiએ પોતાનો પહેલો ફૉલ્ડેબલ સ્માર્ટફોન (First Foldable Mobile Phone) Mi MIX Fold લૉન્ચ કરી દીધો છે. જોકે આને હજુ ચીનમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં (Xiaomi) કંપનીએ ઇનૉવેટિવ કેમેરાનો ઉપયોગ કર્યો છે. આના શ્યાઓમીએ લિક્વિડ લેન્સ નામ આપ્યુ છે. સાથે જ Mi MIX Fold સ્માર્ટફોનમાં ફ્લેગશિપ ચિપસેટ ઉપરાંત બેસ્ટ ક્વૉલિટીના સ્પીકર પણ આપવામાં આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં ફોન (Mi MIX Fold) દમદાર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. જાણો શું છે સ્પેશિફિકેસન્સ અને કિંમત.....


કિંમત....
Xiaomi Mi MIX Foldના 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત ચીનમાં CNY 9,999 એટલે કે લગભગ 1,11,742 રૂપિયા છે. વળી આના 12GB રેમ અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત CNY 10,999 એટલે લગભગ 1,22,917 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ચીનમાં આ ફોન 16 એપ્રિલથી ખરીદી શકાશે.  


Xiaomi Mi MIX Foldના સ્પેશિફિકેશન્સ... 
Xiaomi Mi MIX Foldમાં 8.01 ઇંચની ક્યૂએચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. (Xiaomi) ફૉલ્ડ થયા બાદ ફોનની સ્ક્રીન 6.52 ઇંચની થઇ જાય છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં રિસાઇઝેબલ વિન્ડોઝની સાથે ડેસ્કટૉપ મૉડ પણ યૂઝ કર્યો છે. જેને ત્રણ ફિંગરથી સ્વાઇપ કરીને એક્ટિવેટ કરી શકાય છે. આ પછી ફોનમાં સારા વીડિયોની મજા લઇ શકાય છે. આ ફોનને તમે ટેલબેટની જેમ પણ યૂઝ કરી શકો છો. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોન Qualcomm Snapdragon 888 પ્રૉસેસર વાળો છે. 


શાનદાર કેમેરા સેટઅપ...
શ્યાઓમીએ દાવો કર્યો છે કે Mi MIX Fold દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેમાં લિક્વિ લેન્સ કેમેરા સેટઅપનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં યૂઝર્સને ઇનૉવેટિવ કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 8MPનો ટેલિફોટો કેમેરા પણ છે, જેને લિક્વિડ લેન્સનુ નામ આપ્યુ છે. ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 8 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. પાવર માટે આમાં 5020mAh અને 2,460mAhની બેટરી આપવામાં આવી છે.