નવી દિલ્હીઃ ચીની કંપની Xiaomi પોતાની Mi 10 સીરીઝ અંતર્ગત આજે નવો સ્માર્ટફોન Mi 10s લૉન્ચ કરવા જઇ રહી છે. આ હાલ ચીનમાં લૉન્ચ કરવામાં આવશે. ફોન ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગે લૉન્ચ કરવામાં આવશે.


કંપનીનુ માનીએ તો આ ફોનમાં દમદાર સ્નેપડ્રેગન 870 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જેનાથી આનુ પરફોર્મન્સ વધુ સારુ બનશે. માનવામાં આવે છે કે આ ફોનની ડિઝાઇન Mi 10 Ultraની જેવી હોઇ શકે છે. જાણો ફોન વિશે ડિટેલ્સ..... 


સંભવિત સ્પેશિફિકેશન્સ....
લીક રિપોર્ટ પ્રમાણે, આ ફોનની કેટલીક સ્પેશિફિકેશન્સ Mi 10 5Gના જેવી હોઇ શકે છે. ફોનમાં 6.67 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. માનવામાં આવી રહયું છે કે ફોનની ડિસ્પ્લે આવી હોઇ શકે છે. આ ઉપરાંત ફોનમાં ફોનમાં 108 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. સાથે જ 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે.