કર્ણાટકના માંડ્યા શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે,. સ્કૂટીમાં સવાર એક યુવતી પોલીસ કર્મી સાથે દલીલ કરી રહી છે. આ સાથે યુવતી મોબાઇલ ફોન પર કોઇ સાથે વાત કરી રહી હતી. યુવતી સ્કૂટી છોડવા તૈયાર ન હતી અને પોલીસકર્મીઓ સાથે દલીલ કરતી જોવા મળે છે.
યુવતીનું કહેવું હતું કે, પોલીસ તેમની પાસેથી દંડ લઇ શકે છે પરંતુ તે સ્કૂટી સીઝ ન કરી શકે.આ સમય દરમિયાન પોલીસ કર્મી સ્કૂટી લેવાની કોશિશ કરે છે. આ દરમિયાન યુવતી સ્કૂટી પર બેસી જાય છે અને જોર જોરથી પોલીસ સામે બૂમો પાડવા લાગે છે. રોષે ભરાયેલા એસઆઇ મહિલાએ યુવતીને થપ્પડ મારી દીધી. ઘટનામાં યુવતી પાસે હેલમેટ પણ નથી જોવા મળી રહ્યું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.