Goodbye 2022, Five Best Phone in 2022: જો તમે 30,000-40,000ની રેન્જમાં ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અત્યારે માર્કેટમાં ઘણાબધા ફોન અવેલેબલ છે, જો એડવાન્સ અને બેસ્ટ ફિચર્સ સાથે ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ, બેસ્ટ 5 સ્માર્ટફોન જે વર્ષ 2022માં જ લૉન્ચ થયા છે. જેની ડિમાન્ડ આજકાલ માર્કેટમાં ખુબ છે. જુઓ લિસ્ટ......... 


Nothing Phone 1- 
આ વર્ષેનો સ્ટાઇલિશ ફોન Nothing Phone 1 છે. આ દેખાવની સાથે સાથે સૉફ્ટવેર અને હાર્ડવેરના મામલામાં પણ શાનદાર છે. આ ફોનમાં 8GB RAM + 128GB સ્ટૉરેજ, Snapdragon 778G ચિપસેટની સાથે દમદાર બેટરી અને શાનદાર કેમેરા 32,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.  


Google Pixel 6a
Google Pixel 6a સ્માર્ટફોનમાં 60hz ડિસ્પ્લે, 6.1- ઇંચની FHD+ ડિસ્પ્લે, 12.2MP નો પ્રાઇમરી કેમેરો અને 12MP નો સેકન્ડરી કેમેરો, 8MP નો સેલ્ફી શૂટર કેમેરો, 4410mAh ની બેટરી, 6 GB RAM+ 128 GB સ્ટૉરેજ 29,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. 


Xiaomi 11T Pro 5G Hyperphone - 
Xiaomi 11T Pro 5G Hyperphone ખુબ ડિમાન્ડિંગ ફોન છે, આ 120W હાઇપરચાર્જ ટેકનોલૉજીથી 5000 mAh બેટરીને માત્ર 17 મિનીટમાં જ ફૂલ ચાર્જ કરી શકે છે, આ ઉપરાંત આમાં 6.7- ઇંચ ડિસ્પ્લે, 108 MP કેમેરા, 8 GB RAM+128 GB સ્ટૉરેજની સાથે આની કિંમત 33,990 રૂપિયા છે. 


iQOO Neo 6 - 
iQOO Neo 6 પણ આ વર્ષનો ખુબ ડિમાન્ડિંગ ફોન છે, આ ફોનમાં 6.2- ઇંચ ડિસ્પ્લે, 64MP કેમેરા, 4700mAh ની બેટરી, 8 GB RAM+128 GB સ્ટૉરેજ મળે છે, આ ફોનની કિંમત 28,999 રૂપિયા છે. 


OnePlus Nord 2T - 
OnePlus Nord 2T પણ 2022માં ખુબ પૉપ્યૂલર ફોન રહ્યો છે, આ સ્માર્ટફોનમાં 6.7- ઇંચ ડિસ્પ્લે, 50MP કેમેરા, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટેડ 4,500mAh ની બેટરી, 8GB RAM + 128GBનું સ્ટૉરેજ મળે છે, આ ફોન 28,999 રૂપિયામાંની કિંમતમાં ઉપલબ્ધ છે. 


 


Airtelની 5G પ્લસ સર્વિસ પહોંચી લખનઉ


Airtel 5G Service: ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હુત, દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે. હવે એરટેલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પણ પોતાની 5જી સર્વિસને લૉન્ચ કરી દીધી છે. જોકે, ખાસ વાત છે કે, એરટેલની 5જી હાલમાં સિલેક્ટેડ શહેરોમાં જ ઉપલબ્ધ છે, જેમાં ગોમતી નગર, હઝરતરગંજ, અલીગઢ, એશબાગ, રાજાજીપુરામ, અમીનાબાદ, જાનકીપુરમ, આલામબાગ અને વિકાસ નગર અને અન્ય કેટલાક સિલેક્ટેડ જગ્યાઓના નામ સામેલ છે. હવે એરટેલનુ કહેવુ છે કે આગામી સમયમાં બીજા કેટલાક સ્થાનો પર 5જી નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.