WhatsApp Call Tips And Tricks: વૉટ્સએપે વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ભારતમાં તેના 55 કરોડથી વધુ યૂઝર્સ છે. વૉટ્સએપ પર મેસેજ મોકલવાની સાથે ઓડિયો-વીડિયો કૉલિંગ પણ કરી શકાય છે. જો કે, તાજેતરમાં વૉટ્સએપ દ્વારા ડિજિટલ ફ્રૉડના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. WhatsApp દ્વારા તમે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે ફોટા, વીડિયો અને ફાઇલો શેર કરો છો. કંપની તેને સૌથી સુરક્ષિત પ્લેટફોર્મ કહે છે, પરંતુ એક ભૂલ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.


વૉટ્સએપ પર કૉલ દરમિયાન તમારું લૉકેશન ટ્રેક કરી શકાય છે. જો કે, તમે તમારા ફોનમાં ચોક્કસ સેટિંગ્સ કરીને તમારી જાતને લૉકેશન ટ્રેકિંગથી બચાવી શકો છો. વૉટ્સએપ કૉલિંગ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી છે. કૉલ દરમિયાન વ્યક્તિ વૉટ્સએપ દ્વારા એક ઉપકરણથી બીજા ઉપકરણ સાથે કનેક્ટ થઈ શકે છે. ઘણી વખત સ્કેમર્સ વૉટ્સએપ દ્વારા તમને ઓડિયો વીડિયો કૉલ કરી શકે છે. આવી સ્થિતિમાં તમે આ ફિચરનો ઉપયોગ કરીને લૉકેશન ટ્રેકિંગને રોકી શકો છો.


IP એડ્રેસ ઇન-કૉલ્સ ફિચર 
મેટાના આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં પ્રૉટેક્ટ IP એડ્રેસ ઇન કૉલ્સ નામનું ફિચર આપવામાં આવ્યું છે. આ સુવિધાને સક્ષમ કર્યા પછી કૉલ દરમિયાન તમારું સ્થાન ટ્રૅક કરી શકાતું નથી. આ ફિચર વૉટ્સએપ કૉમ્યુનિકેશન માટે વધારાનું સુરક્ષા સ્તર પૂરું પાડે છે.


આ રીતે કરો ઇનેબલ - 
આ ફિચરને ઇનેબલ કરવા માટે, પહેલા તમારા ફોનમાં વૉટ્સએપ ઓપન કરો. 
હવે હૉમ પેજની ટોચ પર ત્રણ બિંદુઓ પર ટેપ કરો.
આ પછી વૉટ્સએપના સેટિંગ્સ અને પ્રાઈવસી ફિચર પર જાઓ.
અહીં તમને Advanced નો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો અને આગળ વધો.
નેક્સ્ટ વિન્ડોમાં તમને પ્રૉટેક્ટ IP એડ્રેસ ઇન-કૉલ્સનો વિકલ્પ મળશે.
આ ફિચરને ઓન કરી દો 
આમ કરવાથી, કૉલ દરમિયાન તમારું IP એડ્રેસ રીસીવરથી છુપાયેલું રહેશે. તેના કારણે લૉકેશન ટ્રેકિંગ બંધ થઈ જશે.


આ પણ વાંચો


Year Ender 2024: આ વર્ષે વૉટ્સએપમાં આવ્યા છે આ પાંચ નવા ફિચર, આખો ચેટિંગ અંદાજ બદલાઇ ગયો...