યૂઝર્સે ટ્વિટર પર લખ્યું, તેમનું યૂટ્યુબ કામ નથી કરી રહ્યું. ગૂગલ ટીવી દ્વારા યૂટ્યુબ ટીવી, ફિલ્મો અને ટીવી શો જોવામાં મુશ્કેલી પડતી હતી. જોકે થોડા કલાક બાદ આ ખામી દૂર થઈ ગઈ હતી. જે બાદ યૂટ્યૂબે નિવેદન બહાર પાડ્યું હતું.
કંપનીએ નિવેદનમાં જણાવ્યું, અમે પરત આવી ગયા છે. અડચણ આવવા બદલ અમે દિલગીર છીએ. તમામ ડિવાઇસ અને યૂટ્યૂબ સર્વિસમાં આવતી તકલીફ દૂર કરી દેવામાં આવી છે. ધીરજ રાખવા બદલ ધન્યવાદ. આ પહેલા એક કલાકથી ઓછા સમયમાં 2.8 લાખથી વધારે યૂઝર્સે આ સમસ્યા સાથે રિપોર્ટ કર્યો હતો.
કોરોનાના કારણે બોલીવુડના આ અભિનેતાનું મોત, સલમાન સાથે કઈ ફિલ્મમાં ચમકેલો ? ક્યા રોલના કારણે થયો હતો લોકપ્રિય ?
ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્યનું કોરોનાથી નિધન, થોડા દિવસો પહેલા જ પત્નીનું થયું હતું મોત