Youtube Tips: આજકાલ સોશ્યલ મીડિયા ખુબ જ ઝડપથી વધી રહ્યું છે, જો તમે યુટ્યૂબની મદદથી કેરિયર અને કમાણી કરવા માંગો છો, તો તમારા માટે બેસ્ટ અવસર છે. જો તમે ઘરે બેઠાં બેઠાં લાખો રૂપિયા કમાવવા માંગતા હોય તો તમારે અહીં બતાવેલા સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરવાના છે, જેનાથી તમે તગડી કમાણી કરી શકશો. 


આજે અમે તમને કેટલીક એવી રીતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા ફોલોઅર્સ વધારી શકો છો અને તેનાથી કમાણી કરવામાં પણ ઘણી મદદ મળશે. તમારે ફક્ત આ 3 રીતોને ફોલો કરવી પડશે. 


કન્ટેન્ટમાં ફેરફાર - 
કન્ટેન્ટ એ એકમાત્ર રસ્તો છે જેની મદદથી તમે YouTube ની દુનિયામાં તમારી ઓળખ બનાવી શકો છો. તેનો અર્થ એ કે તમારે કન્ટેન્ટ પર મહત્તમ ધ્યાન આપવું પડશે. એક જ કન્ટેન્ટ સતત પૉસ્ટ કરવાથી ફોલોઅર્સની સંખ્યામાં વધારો થતો નથી. આવી સ્થિતિમાં તમારે સમય-સમય પર કન્ટેન્ટ બદલવી જોઈએ. ટ્રેન્ડ પર પણ નજર રાખવી જોઈએ અને ટ્રેન્ડ પ્રમાણે કન્ટેન્ટ બનાવવું જોઈએ.


ગીતોની મદદ લો
શૉર્ટ્સ પણ YouTube ફોલોઅર્સની સંખ્યા વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમે પણ તમારા શૉર્ટ્સને ટ્રેન્ડમાં જોવા માંગો છો, તો તમે ગીતોનો સહારો લઈ શકો છો. તેની મદદથી તમે પણ ટ્રેન્ડમાં આવો છો. ટ્રેન્ડમાં આવવાની ખાસિયત એ છે કે લોકોને તમારી યુટ્યુબ ચેનલ વિશે માહિતી મળે છે. આ જ કારણ છે કે તમને ફોલોઅર્સ વધારવામાં ઘણી મદદ મળે છે.


રેગ્યૂલર પૉસ્ટિંગ 
YouTube એકાઉન્ટ ચલાવવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સતત પૉસ્ટ કરો. વારંવાર પૉસ્ટ કરવાના કેટલાક ફાયદા છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે YouTube તમારી ચેનલને એક્ટિવ માને છે. તમારા વીડિયોને પણ આનાથી સૌથી વધુ ફાયદો થાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો YouTubeની મદદથી દર મહિને ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા કમાઈ રહ્યાં છે, પરંતુ કન્ટેન્ટ, પેસ્ટિંગ અને ટ્રેન્ડ્સ આમાં મોટી ભૂમિકા ભજવે છે.