YouTube New Feature: YouTube તેના વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે હંમેશા નવી સુવિધાઓ રજૂ કરતું રહે છે. હવે યુટ્યુબ તેના યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે, જેનું નામ છે ગૂગલ લેન્સ બટન. આ ફીચરની મદદથી તમે યુટ્યુબ પર ગૂગલ લેન્સ જેવા વિઝ્યુઅલ લુકઅપ ટૂલનો ઉપયોગ કરી શકશો. આ તમને વિડિયોમાં દેખાતી વસ્તુઓને ઓળખવામાં અને તેમના વિશે વધુ માહિતી મેળવવામાં મદદ કરશે.


ગૂગલનું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ એક લોકપ્રિય એપ છે જે દરેક સ્માર્ટફોન યુઝરના ફોનમાં હાજર છે. સ્માર્ટફોન યુઝર્સ તેમના દિવસનો એક ભાગ આ એપ સાથે વિતાવે છે. એક મોટા યુઝર્સ બેઝ સાથે યુટ્યૂબ પર યુઝર્સના એક્સપીરિયંસને બેસ્ટ બનાવવા માટે નવા નવા એક્સપરિમેન્ટ થતાં રહે છે. 


YouTube નું આ નવું ફીચર કેવી રીતે કામ કરે છે?
Google લેન્સ બટન એ વિઝ્યુઅલ લુકઅપ ટૂલ છે જે તમારા વીડિયો જોવાના અનુભવને વધુ બહેતર બનાવે છે. જ્યારે તમે YouTube પર કોઈ વિડિયો જોઈ રહ્યાં હોવ, ત્યારે તમે આ બટનનો ઉપયોગ કરીને વીડિયોમાં દેખાતા કોઈપણ ઑબ્જેક્ટ અથવા સ્થળને ઓળખી શકો છો. ફક્ત Google લેન્સ બટનને ક્લિક કરો અને તમે જે ઑબ્જેક્ટ અથવા સ્થાનને ઓળખવા માંગો છો તેના પર ટેપ કરો. ગૂગલ લેન્સ તમને તે જગ્યા સંબંધિત માહિતી તરત જ બતાવશે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સને એક નવો અનુભવ મળવા જઈ રહ્યો છે.


YouTube એપ્લિકેશન તરત અપડેટ કરો
YouTube પર આ નવી સુવિધાનો આનંદ માણવા માટે, પહેલા તમારી YouTube એપ્લિકેશન અપડેટ કરો. જે સુનિશ્ચિત કરશે કે તમારી પાસે Google લેન્સ બટન સહિત તમામ નવી સુવિધાઓ છે. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લઈને YouTube એપ્લિકેશનને અપડેટ કરો અને પછી નવી સુવિધાઓનો આનંદ લો. જ્યારે તમે તમારું YouTube અપડેટ કરો છો, ત્યારે સેટિંગ્સ પર જાઓ અને Google લેન્સ બટન સુવિધાને અનેબલ કરો, ફક્ત થોડા સરળ પગલાઓમાં, તમે આ નવી અને ઉપયોગી સુવિધાનો લાભ લઈ શકો છો.


યુટ્યૂબ પોતાના ક્રિએટર્સને સર્જકોને ધ્યાનમાં રાખીને એક બેસ્ટ ફિચર રિલીઝ કર્યુ છે, કંપનીએ યુટ્યૂબ પર યુટ્યૂબ 'થમ્બનેલ ટેસ્ટ એન્ડ કમ્પેર' - ‘Thumbnail Test & Compare’ નામનું નવું ટૂલ બહાર પાડ્યું છે. યુટ્યુબ પહેલાથી જ યૂઝર્સ માટે ઘણા નવા અપડેટ લાવી ચુક્યું છે. થમ્બનેલ ટેસ્ટ અને કમ્પેર એ ખૂબ જ ઉપયોગી સુવિધા છે. આ ટૂલ ક્રિએટર્સને જણાવશે કે તેમના વીડિયો માટે કયો થમ્બનેલ બેસ્ટ રહેશે.


આ ઉપરાંત YouTube પર કોઈપણ વીડિયો માટે તેની થમ્બનેલ ખૂબ આકર્ષક હોવી જોઈએ. જ્યાં સુધી તમારી થમ્બનેલ રસપ્રદ ના હોય. યૂઝર્સ તમારી વીડિયો ખોલશે નહીં અને જોશે નહીં. જેના કારણે ક્રિએટર્સના વીડિયોને વ્યૂ નહીં મળે, પરંતુ YouTube પર આ ટૂલ આવવાને કારણે તમે બેસ્ટ થમ્બનેલ પસંદ કરી શકશો.