નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદની સાથે જ દેશમાં ચીની એપ ટિક-ટોક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારતમાં ટિકટોકના યૂઝરોની સંખ્યા કરોડોમાં છે. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામે એવા યૂઝરો માટે પોતાની તરફ ખેંચવ માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કર્યું હતું. હાલમાં જ ગૂગલે YouTube શોર્ટ્સ લોન્ચ કર્યું હતું. જ્યારે YouTube શોર્ટ્સે ભારતમાં લોન્ચ થનાર ટિકટોક રિપ્લેસમેન્ટ તરીકે ઇન્સ્ટાગ્રામ રીલ્સને પાછળ છોડ્યું છે.

YouTube શોર્ટ્સ એ એક નાનું વીડિયો ફીચર છે, જે તમને 15 સેકન્ડના વીડિોય શેર કરવાની મંજૂરી આપે છે. ગૂગલે ભારતમાં YouTube શોર્ટ્સની શરૂઆતી બીટીમાં નવી સુવિધા શરૂ કરી હતી. ટિકટોક ભારતમાં પ્રતિબંધિત હોવાની સાથે આ એક સ્પષ્ટ પગલું હોવાનું કહેવાય છે.

પોતાની જાહેરાતમાં ગૂગલે કહ્યું કે, તેમાં એક નવો કોમેરા અને કેટલાક સામાન્ય એડિટિંગ ટૂલ્સ સામેલ છે જે આગામી કેટલાક સપ્તાહ દમરિયાન સમાપ્ત થઈ જશે. YouTube શોર્ટ્સ પર શેર કરવામાં આવનાર વીડિયો 15 સેકન્ડ સુધીનો હોય છે અને તેને YouTube મુખપૃષ્ઠ પર જોઈ શકાય છે. જે નવા શોર્ટ્સ સેલ્ફની સાથે સાથે YouTube એપના અન્ય ભાગમાં જોઈ શકાય છે.

YouTube પ્રોડક્ટમ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ ક્રિસ જાફનું કહેવું છે કે, ભારતમાં એન્ડ્રોઇડ ઉપયોગકર્તા બાદ વિશ્વના અન્ય દેશોના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે તે લોન્ચ કરવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે, તેમાં કેટલાક નવા ફીચર્સ જોડી શકાય છે.