ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસમાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 123 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે.ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે તેવી સંભાવના છે.
ભાદરવાની ગરમી વચ્ચે ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની ફરી એન્ટ્રી થશે. હળવા વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. હજુ આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. મંગળવાર એટલે આજે દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, સુરત, તાપી, કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આ વિસ્તારોમાં પડી શકે વરસાદ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 10:05 AM (IST)
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -