બિગ બૉસના ઘરમાં એન્ટ્રી મારતા પહેલા જ આ એક્ટ્રેસે કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
ખાસ વાત છે કે હિના ખાન ત્રીજીવાર બિગ બૉસના ઘરે જવાની છે. આમ કરનારી હિના ખાન પહેલી હસીના છે.
આ તસવીરોને જોઇને લાગે છે કે હિના ખાન કોઇને શોધી રહી છે. હિના ખાનની હેર સ્ટાઇલ ખુબજ ધ્યાનાકર્ષક છે.
બિગ બૉસના ઘરમાં જતાં પહેલા હિના ખાને ખુબ સ્ટાઇલિસ ડ્રેસ સિલેક્ટ કર્યો છે. આ તસવીરોમાં હિના ખાને વ્હાઇટ ગ્રીન કલરનુ આઉટફીટ પહેરેલુ છે, સાથે દમદાર હિલ્સ કેરી કર્યા છે.
હિના ખાને બિગ બૉસ 13માં જતા પહેલા ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે. આ દરમિયાન ટીવીની આ હસીનાએ જબરદસ્ત પૉઝ આપ્યા છે.
તાજેતરમાં જ હિના ખાને તેના લેટેસ્ટ લૂકની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં હિના ખાન ખુબ કમાલની લાગી રહી છે.
હિના ખાન બિગ બૉસ 13ના ઘરમાં એક ટાસ્કને પુરો કરાવવા માટે જશે. હિના ખાનના ટાસ્કમાં જે પણ સભ્ય જીતશે તેને એક અઠવાડિયાના નૉમિનેશનમાંથી સુરક્ષા મળશે.
મુંબઇઃ ભલે હાલની સિઝનમાં એક્ટ્રેસ હિના ખાન બિગ બૉસનુ ભાગ ના હોય, પણ મેકર્સને જ્યારે મોકો મળે છે ત્યારે આ હસીનાને બિગ બૉસના ઘરમાં મહેમાન તરીકે જરૂર બોલાવે છે. આજના એપિસૉડમાં પણ કંઇક આવુ જ જોવા મળવાનુ છે. હિના ખાન બિગ બૉસ 13ના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. ઘરમાં જતા પહેલા હિના ખાને એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે. અહીં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.