હું તો બોલીશઃ 'ધર્મયુદ્ધ'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Aug 2021 10:48 PM (IST)

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) હિન્દુઓની વસ્તી (Hindu Population) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, જ્યાં સુધી દેશમાં હિન્દુ વસ્તીની બહુમતી છે ત્યાં સુધી બંધારણ-દેશ-કાયદા-કાનૂન બધું જ સુરક્ષિત છે. ન કરે નારાયણ જ્યારે દેશમાં હિન્દુ વસ્તી ઘટી અને એમની વસ્તી વધી તો બધું જ નષ્ટ થઈ જશે. કાયદા કાનૂન બધું દફનાવી દેશે. હું બધા ની વાત નથી કરતો ઘણા મુસ્લિમો (Muslim) દેશ ભક્ત છે.