હું તો બોલીશઃ પેપર કાંડનું પોસ્ટમોર્ટમ
gujarati.abplive.com | 15 Dec 2021 11:14 PM (IST)
હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપ બાદ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો આજે ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી..જેમાં પોલીસ અધિકારીઓ અને ગૌણ સેવા મંડળના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસની 15થી 16 જેટલી ટીમ હાલ તપાસ કરી રહી છે. તપાસમાં કોઇ આધારભૂત પુરાવો મળશે તો ગેરરીતિ આચરનાર તત્વો સામે કડકમાં કડક પગલા લઇ કસૂરવારોને બક્ષવામાં આવશે નહીં તેવો ભરોસો પણ ગૃહરાજ્યમંત્રીએ આપ્યો છે