Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
માવઠા સાથે થઈ શકે છે નવા વર્ષની શરૂઆત. જાન્યુઆરીથી એપ્રિલ સુધી માઠવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાની શક્યતા છે. એટલુ જ નહીં, 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. કાલથી 23 ડિસેમ્બર સુધી હિમવર્ષા થવાની અને 11 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવનો હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વર્ષે 13 અને 14 જાન્યુઆરીએ ઠંડીની સાથે પવનની ગતિ મધ્યમ રહેશે. ઉત્તરાયણના દિવસે આંચકાના પવન રહેવાથી પતંગ રસિકો માણી શકશે પતંગ ઉઠાવવાની ભરપૂર મજા.