✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું તો બોલીશઃ યુનિવર્સિટીમાં પાપી કોણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2021 10:42 PM (IST)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ 25 ભવનોના 88 પ્રાધ્યાપકોની ભરતીમાં વોટ્સએપના માધ્યમથી કાંડ થઈ રહ્યો હોવાનો એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ કરેલા પર્દાફાશ બાદ ન છૂટકે ભરતી રદ તો રખાઈ. પરંતુ હવે આ આખાય કાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સિંડિકેટ સભ્યોએ વ્હાલાદવલા અને સગાવાદને ધ્યાનમાં રાખીને ભલામણો કરી હોવાના તેમજ ડમીકાંડના ભૂતકાળનો આરોપી સોહિલ જેરીયાને નોકરી માટે સિંડિકેટ સભ્યએ ભલામણ કરી હોવાના પર્દાફાશ બાદ હવે યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ આ ભલામણો ખોટી થઈ હોવાનું આજે માન્યુ. જો કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનું કૌભાંડ ન થયુ હોવાનો દાવો કરનાર કુલપતિ પેથાણી પોતે આ વોટ્સએપ ગ્રુપમાં હોવા છતા પણ મૌન કેમ રહ્યા તે મુદ્દે યોગ્ય જવાબ આપી શકતા નથી. બીજી તરફ ખોટી ભલામણો સિંડિકેટ સભ્યોએ કરી હોવાનું માન્યા બાદ ખોટી ભલામણો કરનાર સિંડિકેટ સભ્યો સામે પગલા લેવાની રાજ્ય સરકારને વિનંતી કરાશે કે નહી તે મુદ્દે સવાલ પૂછાતા પેથાણી ગોળ ગોળ વાતો કરવા લાગે છે. વોટ્સએપથી આવેલી ભલામણોનો પર્દાફાશ થયા બાદ ભરતી પ્રક્રિયા રદ કરાઈ પરંતુ આખી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં છ લાખ રૂપિયાનું એંધાણ થઈ ચુક્યુ છે. ત્યારે તે ખર્ચો કોણ ભોગવશે તે મોટો સવાલ છે. મોટો સવાલ એ પણ છે કે ખોટા લોકોની ભલામણ કરનાર સિંડિકેટ સભ્યોની આ અનૈતિકતાને કેવી રીતે માફ કરવી. સવાલ એ પણ છે કે જો મીડિયાએ આ મુદ્દો ન ઉઠાવ્યો હોત તો ભરતી રદ ન થઈ હોત. કેમ કે છેલ્લા એક અઠવાડિયાથી સતત અહેવાલો છપાતા હતા. પરંતુ આ જ કુલપતિ સાહેબ મૌન રહેતા હતા.

  • હોમ
  • Tv-show
  • હું તો બોલીશ
  • હું તો બોલીશઃ યુનિવર્સિટીમાં પાપી કોણ?

TRENDING VIDEOS

AMCની મોટી કાર્યવાહી24 Minutes ago

મહેશ વસાવાનું પ્રથમ નિવેદન20 Hour ago

હું તો બોલીશ20 Hour ago

હું તો બોલીશ20 Hour ago

About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.