હું તો બોલીશઃ સિંઘમ
gujarati.abplive.com | 03 Aug 2022 10:46 PM (IST)
રાજકોટના પોશ વિસ્તાર અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં શેરી નં.2માં રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગત મધરાતે ધાડપાડુ ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘૂસી હતી. આ ધાડપાડુ ગેંગ પાસે ઘાતક હથિયાર પણ હતાં. જોકે આ અંગેની જાણ SOG પોલીસને થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો, આથી ધાડપાડુ ગેંગે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બાદમાં મામલો ગંભીર બનતાં પોલીસે પણ વળતાં જવાબમાં ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગમાં SOGના PSI ડી.બી. ખેરને ઇજા પહોંચી છે. 4 શખ્સને પોલીસે ઝડપી લીધા છે