Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

Continues below advertisement

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાની મોસમ ખીલી છે અને તેમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. આપ પાર્ટીના પાયાના ગણાતા અને સૌરાષ્ટ્રના જાણીતા આગેવાન કરસનદાસ બાપુ (Karsandas Bapu) વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સુરત ખાતે કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા' દરમિયાન ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) કરસનદાસ બાપુને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.

'AAP ભાજપનું હથિયાર છે'

કોંગ્રેસમાં જોડાયા બાદ કરસનદાસ બાપુએ પોતાના આગવા અંદાજમાં જબરદસ્ત ભાષણ આપતા આમ આદમી પાર્ટી અને ભાજપ (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "હું આપ પાર્ટીની વાસ્તવિકતા જોઈને આવ્યો છું. આ પાર્ટી ભાજપના તળિયા ચાટવાનું અને તેમના હથિયાર તરીકે કામ કરે છે. જે લોકોએ ગાયના માંસ (Beef) પર દાન લીધું છે, તેવા લોકોને ઘરભેગા કરવા હું મેદાનમાં ઉતર્યો છું." તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, આપવાળા ભાજપના ચમચા બનવાનું બંધ કરે. સસલાને 1 Lakh (એક લાખ) વખત સિંહ કહીએ તો પણ તે ક્યારેય સિંહ બની શકતો નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola