નવી દિલ્હીઃ બેન્ક જલદી પોતાના નો યોર કસ્ટમર (KYC) ફોર્મ્સમાં એક નવી કોલમ તોડી શકે છે જેમાં ગ્રાહકને પોતાના ધર્મનો ઉલ્લેખ કરવો પડશે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના નિયમોમાં ફેરફાર થવાના કારણે બેન્કો માટે આ જરૂરી થઇ ગયું છે. નિયમોમાં ફેરફાર મુસ્લિમો સિવાય પસંદગીના ધાર્મિક લઘુમતિઓને એનઆરઓ એકાઉન્ટ ખોલવા તથા  સંપત્તિ ખરીદવાની સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે. એનઆરઓ અનિવાસી ભારતીઓ માટે ભારતમાં સેવિંગ્સ અથવા કરન્ટ એકાઉન્ટની સુવિધા છે જેમાં તે ભારતમાં કમાણી કરેલી રકમને જમા કરી શકે છે.


નાગરિકતા સંશોધન કાયદાની જેમ ભારતીય રિઝર્વ બેન્ક દ્ધારા 2018માં  જાહેર ફેમામાં સંશોધન એ પ્રવાસીઓ સુધી સિમિત કરવામાં આવ્યા છે જે પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનના  લઘુમતી સમુદાયો (હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી)થી આવે છે અને લોંગ ટર્મ વિઝા ધરાવે છે. લોંગ ટર્મ વિઝા રાખનારા આ લોકો ભારતમાં રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે અને બેન્ક ખાતું પણ ખોલી શકે છે. સંશોધિત નિયમોમાં નાસ્તિકો, મુસલમાન, પ્રવાસીઓ તથા મ્યાનમાર, શ્રીલંકા તથા તિબ્બતના પ્રવાસીઓને સામેલ કરવામાં આવ્યા નથી.

ફેમા રેગ્યુલેશનના શેડ્યૂલ 3માં સંશોધન અનુસાર, ભારતમાં રહેતા લોંગ ટર્મ વિઝા રાખનારા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના લઘુમતીઓના લોકોને ફક્ત એક એનઆરઓ એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તે લોકો નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઇઓ હેઠળ ભારતના નાગરિક થઇ જશે તો તેમને એનઆરઓ એકાઉન્ટને રેસિડેન્સ ખાતામાં બદલી દેવામાં આવશે.

ફેમાના નિયમો અનુસાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયના લોકો કે જેમને ભારતમાં લોંગ ટર્મ વિઝા આપવામાં આવ્યા છે તે ભારતમાં ફક્ત એક સ્થાવર રહેણાંક સંપત્તિ ખરીદી શકે છે.