મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ રાજકોટ સિવિલમાં સ્વાઇન ફ્લૂથી બાળકનું મોત
મુખ્યમંત્રી સુરત-વડોદરા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઇને તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે અને હોસ્પિટલમાં દવાનો છટકાવ કર્યો હતો તથા સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાઇન ફ્લૂને અટકાવવા આરોગ્ય વિભાગ પણ નિષ્ફળ રહ્યું છે. શહેરના દરેક વોર્ડની ઓફિસમાં ઉકાળાનું વિતરણ લોકોમાં કરવામાં આવી રહ્યું છે. જે આવતા પાંચ દિવસ સુધી કરવામાં આવશે. લોકમેળામાં ફરજ બજાવતા પોલિસ પણ સ્વાઇન ફ્લૂથી બચવા માસ્ક પહેરીને ફરજ બજાવશે.
રાજકોટઃ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતા મુખ્યમંત્રી વિજય રુપાણી આજે ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલની મુલાકાતે છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવતા પહેલા જ સ્વાઇન ફ્લૂથી વધુ એક બાળકે દમ તોડ્યો છે.
રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂ 220 લોકોને ભરખી ગયો છે. જ્યારે રાજકોટમાં 62 લોકોના મોત થયા છે.સિવિલમાં ગત સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના કારણે બે મહિલા સહિત ત્રણ દર્દીએ મોત થયા હતા. જેમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થયો છે. હાલમાં 31 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 10થી વધુ પોઝિટીવ કેસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -