મોદી સરકાર આવ્યા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સૌથી મોટો વધારો
નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ઘટાડો થયો છતાં નાણામંત્રી જેટલીએ ઉત્પાદન ખર્ચમાં નવ વખત વધારો કર્યો છે. ફક્ત એક જ વખત ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમાં બે રૂપિયે લીટનો ઘટાડો કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલિયમ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઇને પેટ્રોલ અને ડિઝલ પરના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાની માંગ કરી હતી પરંતુ નાણામંત્રી જેટલીએ એક ફેબ્રુઆરીના બજેટમાં તેમની માંગણીને નજરઅંદાજ કરી હતી. દક્ષિણ એશિયાઇ દેશોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થાબંધ ભાવ સૌથી વધુ છે. પેટ્રોલ પંપ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં અડધો હિસ્સો ટેક્સનો હોય છે.
હાલ પેટ્રોલ અને ડીજલનો ભાવ છેલ્લા ચાર વર્ષના સૌથી ઉચા સ્તરે પહોંચ્યો છે. આજથી લાગુ થયેલ દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 73.73 રુપિયા છે, જ્યારે ડીઝલનો ભાવ 64.58 રૂપિયા છે. ઈંટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલમાં વધી રહેલી કીંમતોએ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આગ લગાવી છે.
દિલ્લીમાં હવે પેટ્રોલ 73.73 રૂપિયા પ્રતિ લીટરે થયું છે. આ પહેલા 14 સપ્ટેમ્બર 2014માં પેટ્રોલની કિંમત 76.06 રૂપિયા પ્રતિ લીટરના હાઈ સપાટી પર પહોંચ્યું હતું. ડીજલનો ભાવ 64.58 રૂપિયા પ્રતિ લીટર અત્યાર સુધીના સૌથી ટોચના ભાવ પર છે. આ પહેલા 7 ફેબ્રુઆરીના ડીઝલ 64.22 રૂપિયા પ્રતિ લીટરની હાઈ સપાટી પર પહોંચ્યું હતું.
નવી દિલ્લી: દિલ્લીમાં પેટ્રોલની કિંમત આજે 73.73 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ, જે ચાર વર્ષના સૌથી ઉંચા સ્તર પર છે. જ્યારે ડીજલ 64.58 રૂપિયા પ્રતિ લીટર થયું છે, જે આજ સુધીનો સૌથી ઉંચા સ્તર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -