Best way to drink coffee:કોફી પીવાના શોખીન છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કોફી આપના માટે નુકસાનકારક સાબિત ન થાય.


 કોફી કે ચાય અથવા કઇ બીજા કેફિન યુક્ત પદાર્થને સીમિત માત્રામાં લેવું નુકસાનકારક સાબિત નથી થતું. જો કે જ્યાં થોડી પણ અતિરેક કરાય તો તે નુકસાનકારક સાબિત થાય છે. ચાય કોફીની લત એવી છે. જે છોડવી સરળ નથી. તો જાણીએ કોફી કેટલી માત્રામાં પીવાથી નુકસાનકારક સાબિત નથી થતી.


દિવસમાં આટલા કપથી વધુ ન પીવું


કોફીમાં નેચરલ સ્ટિમુલેન્ટ હોય છે. જેનાથી આપને તરત જ એનર્જી મળે છે. તેમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ આપના બ્રેનને એલર્ટ કરે છે અને વેઇટ લોસથી પણ સહાયતા મળે છે. તેના કારણે દિવસમાં બે કપ કોફી પી શકાય છે. વધીને ત્રણ કપ કોફી પી શકાય છે. તેનાથી વધુ કોફી નુકસાન કરે છે.


કોફીથી શું થાય છે નુકસાન


જ્યારે આપ વધુ કોફી પીવો છો તો અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. જેમકે ગેસ થવો, પેટ ફુલી જવું,  ઓડકાર આવવો, એસિડિટી થવી, હાર્ટ બર્ન,  જમ્યા બાદ અને પહેલા પણ કોફી પીવાથી ડાયજેસ્ટિંગ પાવર ઘટે છે. પાચનમાં રૂકાવટ આવે છે.


આ વાતનું ઘ્યાન રાખો


દરેક ફૂડ  પ્રમાણમાં લેવાથી નુકસાન નથી થતું પરંતુ તેનો અતિરેક હંમેશા નુકસાન કારક સાબિત થાય છે. વધુ કોફી પીવાથી પણ અનેક પ્રકારની સ્વાસ્થ્યલક્ષી સમસ્યા થાય છે. એસિડિટી, પેટ ફુલી જવું, હાર્ટ બર્ન સહિતની અનેક સમસ્યા થાય છે. ખાસ કરીને વધુ કોફી પીવાથી કબજિયાતની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આવો જાણીએ કોફીના સેવન વખતે કઇ બાબતનું ધ્યાન આપવું


કોફીથી થતાં નુકસાન



  • વધુ કોફી પીવાથી એસિડીટિ થઇ શકે છે

  • વધુ કોફી પીવાથી ગેસની સમસ્યા પણ થઇ શકે છે.

  • હાર્ડ કોફી બ્લેક કોફીને શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરો

  • કોફીમાં શુગરની માત્રાને નિયંત્રિત રાખો, કોફી સાથે શુગર વધુ માત્રામાં ન જવી જોઇએ.

  • કોફીમાં એક ચમચી ઘી નાખો તેનાથી તેના ડ્રાયનેસ ખતમ થઇ જાય છે.

  • સૂતા પહેલા અને લેઇટ નાઇટ ક્યારેય કોફી ન પીવો


  Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.