ડિજીટલ ઈકોનોમી માટે ‘નોટબંધી’ બાદ ‘ચેકબંધી’ના મૂડમાં મોદી સરકાર!
મોટાભાગે વ્યાપારિક લેવડ દેવળ ચેક દ્વારાજ થાય છે. હાલમાં 95 ટકા ટ્રાંજેક્શન કેશ અથવા ચેક દ્વારા થાય છે. સરકારએ આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં 2.5 ખરબ ડિજિટલ ટ્રાંજેક્શનનો ટારગેટ રાખ્યો છે. આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે સરકાર ચેક બુક પર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવીણ ખંડેલવાલ અનુસાર નોટબંધી પહેલા કેન્દ્ર સરકાર લગભગ 25 હજાર કરોડ રૂપિયા નવી કરેંસી છપાવી હતી અને છ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ કરેંસીની સુરક્ષા પર ખર્ચ કરતી હતી. આ ખર્ચને જોતા હવે કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેશમાં બદલવા માગે છે.
નવી દિલ્લી: દેશમાં કેશલેશ ટ્રાંજેક્શનને વધારો આપવા બ્લેક મનીના કારોબાર પર લગામ લગાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડિજિટલ ટ્રાંજેક્શન વધારો કરવા માટે દેશમાંથી ચેકબુક વ્યવસ્થાના નાબુદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
અખિલ ભારતીય વેપારી પરિસંઘ(CAIT)નો દાવો છે કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં ચેકબુક વ્યવસ્થાને પ્રતિબંધ કરવાનો આદેશ આપી શકે છે. સીએઆઈટીના જનરલ સેકેટ્રી પ્રવીણ ખંડેલવાલનું માનવું છે કે સરકાર કેડ્રિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને સતત પ્રત્સાહન આપી રહી છે. આ માધ્યમને સરળ રીતે ચલાવવા માટે ટૂંક સમયમાં ચેકબુકની સુવિધા ખતમ કરવાની પહેલ સરકાર કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -