Brown Discharge: વજાઇનાથી થતાં  ડિસચાર્જની માત્રા  યોગ્ય હોય તેમાં કોઇપણ  સ્મેલ હોય,  જલન  અને ખૂજલી જેવી સમસ્યા ન હોય તો તે એક હેલ્ધી વજાઇનાનું લક્ષણ છે.

  જો કે બ્રાઉન ડિસચાર્જ પીરિયડ્સ વધુ દિવસો સુધી થવું તે  સામાન્ય નથી.


સામાન્ય રીતે મહિલાઓ  બ્રાઉન ડિસચાર્જથી ગભરાય જાય છે. તેઓને લાગે છે કે તેમને લાગે છે કે, તેમને કોઇ મોટી સમસ્યા પરેશાન કરી રહી છે. આજે તેના કારણો અને ઉપાય વિશે જાણીએ,.


વજાઇનલ ડિસચાર્જના કારણો



  • વજાઇનલ ડિસ્ચાર્જ એક હેલ્ધી વજાઇનલની ઓળખ છે. જે ડિસચાર્જ વજાઇનામાં બેકટરિયાના ફેલાવાને રોકે છે. જેનાથી ઇન્ફેકશનનું જોખમ રહે છે. જો કે ડિસચાર્જનો કલર અને તેની માત્રા અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ હોય છે. જાણીએ ડિસચાર્જના પ્રકાર

  • પિરિયડ પહેલા થતું ડિસચાર્જ ચીકણું અને ઘાટું હોય છે. જે પિરિયડના એક કે બે દિવસ પહેલા થાય છે.

  • પિરિયડ દરમિયાન ડિસ્ચાર્જ રેડ કે બ્રાઉન કલરનું હોય છે. જો આ સ્થિતિમાં વધુ બ્લિડિંગ થાય  તો ડોક્ટર સાથે વાત કરવી જોઇએ.

  • પીરિયડ બાદ પણ આપને વધુ પ્રમાણમાં ડિસ્ચાર્જ થઇ શકે છે. આ દરમિયાન બોડીમાં એસ્ટ્રોજનનું સીક્રેશન વધુ થાય છે. આ ડિસ્ચાર્જ સફેદ પાણી જેવું હોય છે.

  • પિરિયડના થોડા દિવસ બાદ એગ બનાવાનું શરૂ થઇ જાય છે.ત્યારે આપના ડિસ્ચાર્જનો રંગ ક્લિયર હોય છે.તે પાતળું અને પાણીની જેમ હોય છે ઓવલ્યૂશન બાદ ડિસચાર્જનો રંગ બદલી જાય છે અને ઘાટા  બની જાય છે.


બ્રાઉન ડિસ્ચાર્જનું કારણ


જો તમે બ્રાઉન ડિસચારર્જ પીરિયડ્સ કે એક બે દિવસ પહેલા અથવા પીરિયડ્સ કે એક બે દિવસ પછી તો ચિંતા કરવાની  જરૂર નથી. આ સંપૂર્ણ સામાન્ય છે. સામાન્ય રીતે અહીં  ડિસ્ચાર્જની સાથે થોડી માત્રામાં બ્લડ નીકળી આવે છે.  ઑક્સિજન સાથે સંપર્કમાં આવવાથી બ્લડ ક્રિયા કરે છે અને તેનો રંગ બ્રાઉન થઇ જાય છે અને ઘાટું થઇ જાય છે. પીરિયડ્સના આસપાસના  દિવસમાં   ડિસચારર્જ સામાન્ય વાત છે. પરંતુ જો તે ડિસ્ચાર્જ 6-7 દિવસ અથવા વધુ સમય સુધી થાય તો આ સમસ્યા માટે ડોકટરની સલાહ લેવી જરૂરી છે.