લોકોએ જેને મારી નાંખેલો તે 'ચોર'ની માતાને સેહવાગે મોકલ્યો દોઢ લાખનો ચેક, જાણો વિગત
આશરે બે મહિના પસાર થઈ ગયા બાદ સેહવાગ દ્વારા મધુની માતાને મોકલવામાં આવેલી આર્થિક મદદ બતાવે છે કે તે માત્ર ટ્વિટ કરીને આ ઘટનાને ભૂલી નહોતો ગયો. આ પહેલા પણ સેહવાગ અનેક લોકોને મદદ કરી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ થોડા દિવસો પહેલા કેરળ પલક્કડમાં ટોળાએ એક આદિવાસી યુવક મધુની હત્યા કરી નાંખી હતી. આ યુવકનો ગુનો એટલો જ હતો કે તેણે કોઈ દુકાનમાંથી ખાવા માટે એક કિલો ચોખાની ચોરી કરી હતી. આ અંગે દુકાનની આસપાસના લોકોને ખબર પડી ત્યારે તેમણે મધુને ઘેરી લીધો અને સ્થળ પર નિર્દયતાથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો.
સહેવાગે પોતાનું દુ:ખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું હતું કે, મધુએ માત્ર એક કિલો ચોખાની ચોરી કરી હતી અને તેમાં તેને ઢોર માર મારી હત્યા કરવામાં આવી તે અયોગ્ય છે. જે સમાજ માટે કલંક છે. આ માટે મને શરમ આવે છે. જે પછી સહેવાગે મધુની માતાને રૂ. 1.50 લાખ આપવાની જાહેરાત કરી હતી અને આખરે તેને એ મદદ પહોંચાડી દીધી છે. આ અગાઉ પણ સહેવાગે લોકોને મદદ કરી છે.
આ ઘટના પછી વિરેન્દ્ર સેહવાગે પીડિતને રૂ. 1.50 લાખ આપવાની વાત કરી હતી, જે વાત તેને પૂરી કરી અને મધુની માતાને ચેક મોકલી આપ્યો છે. આ અંગે એક કાર્યકર્તાએ જણાવ્યું કે, સહેવાગ પાસેથી ચેક મળી ગ્યો છે અને તે મધુની માતાને 11 એપ્રિલે આ ચેક આપશે.
આદિવાસી યુવકની હત્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી. જેનો હિસ્સો ટીમ ઈન્ડિયા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાહગ પણ હતો. સેહવાગે તેના ટ્વિટમાં મધુના હત્યારાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -