Gujrat Election  2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે પહેલા તબક્કા માટે  ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 788 ઉમેદવારો હવે મેદાને છે તો બીજા તબક્કાની 93 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા છે. બીજા તબક્કા માટે ના આજે ફોર્મ ચકાસણી અને આવતી કાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

 સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. સુરતની  16 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપના મળી 168 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.2017 ની ચૂંટણી કરતા કુલ સાત ઉમેદવારો ઘટયા છે. જો કે  ઓલપાડ, માંડવી, લિંબાયત, ચોર્યાસીમાં ઉમેદવારોની સંખ્યામાં વધારો છે.  સૌથી વધુ ઉમેદવારો લિંબાયતમાં 44 અને સૌથી ઓછા મહુવા બેઠક પર 3 અને  એકમાત્ર સુરત પૂર્વને બાદ કરતા 15 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે

Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પર AAPને ઝટકો, આ બેઠક પર આમ આદમી પાર્ટી નહી લડે ચૂંટણી

:પૂર્વ વિધાનસભા આમ આદમી પાર્ટીને પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.  આપ ઉમેદવાર કંચન જરીવાળાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.બાદ હવે આ બેઠક પરથી અપક્ષના ઉમેદવાર  સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઇ છે. આપ ના અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સલીમ મુલતાની એ પણ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધું  છે. સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.  બાદ ઉમેદવારી પત્ર ભરાયા બાદ બે દિવસ દરમિયાન રચાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાના અંત બાદ  આવતા કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું .પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું.

જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું હતું.આપના સલીમ મુલતાની એ કહ્યું પાર્ટી એ અપક્ષ માંથી ફોર્મ પાછું ખેંચી લેવા જણાવ્યું હતુ કારણ કે, ઝાડુ નું ચિન્હ ન હોય ચૂંટણી લડવાની મનાઇ કરાઇ હતી.

કંચન જરીવાલને ભાજપ પક્ષના લોકો ચૂંટણી ન લડવા દેવા માટે કિડનેપ કર્યાં હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપે બળજબરી કરીને ધાકધમકીથી કંચન જરીવાલને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કર્યાં છે.

Reels

કોંગ્રેસે અડધી રાતે આ બેઠકના ઉમેદવાર બદલ્યા

ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા છે. પંચમહાલના હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતું. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરવામાં આવી હતી, અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્ર પટેલે હાલોલ થી ચૂંટણી લડવા ઈન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે.

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.

દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.

એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે પહેલા તબક્કા માટે  ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 788 ઉમેદવારો હવે મેદાને છે તો બીજા તબક્કાની 93 બેઠકો માટે પક્ષ અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા છે. બીજા તબક્કા માટે ના આજે ફોર્મ ચકાસણી અને આવતી કાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.

 સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. સુરતની  16 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપના મળી 168 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.2017 ની ચૂંટણી કરતા કુલ સાત ઉમેદવારો ઘટયા છે. જો કે  ઓલપાડ, માંડવી, લિંબાયત, ચોર્યાસીમાં ઉમેદવારોની સંખ્યામાં વધારો છે.  સૌથી વધુ ઉમેદવારો લિંબાયતમાં 44 અને સૌથી ઓછા મહુવા બેઠક પર 3 અને  એકમાત્ર સુરત પૂર્વને બાદ કરતા 15 બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે

Gujarat Election 2022: સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પર AAPને ઝટકો, આ બેઠક પર આમ આદમી પાર્ટી નહી લડે ચૂંટણી

પૂર્વ વિધાનસભા આમ આદમી પાર્ટીને પડ્યાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.  આપ ઉમેદવાર કંચન જરીવાળાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.બાદ હવે આ બેઠક પરથી અપક્ષના ઉમેદવાર  સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.