IPL: 36 બોલમાં 57 રન બનાવીને છવાઈ ગયો આ ખેલાડી, બનાવ્યા અનેક રેકોર્ડ
અંડર 19 વર્લ્ડ કપમાં પણ ગિલ ટોપ 3માં બેટિંગ કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન પણ તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ગિલે અંડર 19માં ત્રીજા નંબર પર બેટિંગ કરતાં 104.45ની સરેરાશ સાથે 15 ઇનિંગમાંથી 10 ઇનિંગમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. કેકેઆર આવનારા મેચમાં પણ તેને આગળ જ રમાડવા માગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી ડેયડેવિલ્સના પ-થ્વી શો આ વર્ષે આઈપીએલમાં હાફ સેન્ચુરી ફટકારીને આ યાદીમાં સૌથી ઉપર છે. જ્યારે બીજા નંબર પર દિલ્હીના ઋષફ પંત છે, જેણે વર્ષ 2016માં દિલ્હી માટે રમતા પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી. નંબર ત્રણ પર રાજસ્થાનના વિકેટકીપર બેટ્સમેન સંજૂ સૈમસન છે. જ્યારે ગુરુવારે રમાયેલ મેચમાં હાફ સેન્ચુરી ફટકારીને શુભમન ગિલ આ યાદીમાં ચોથા સ્થાન પર આવી ગયા છે.
શુભમન આ હાફ સેન્ચુરી સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો. આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં હાફ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેનની યાદીમાં શુભમનનું નામ હવે ચોથા સ્થાન પર આવી ગયું છે.
આ મેચમાં ચેન્નેએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા. કોલકાતાએ આ ટાર્ગેટને 17.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. શુભમને પોતાની હાફ સેન્ચુરીમાં 36 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હાર્દિકે 18 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. બન્નેએ મુશ્કેલ સમયમાં પાંચમી વિગેટ માટે 83 રનની ભાગીદારીથી જીત અપાવી હતી.
નવી દિલ્હીઃ ભારતની અંડર 19 ટીમમાં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરનાર ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ આઈપીએલમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી રહ્યો છે. ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ રમવામાં આવેલ મેચમાં શુભમન ગિલે કેકેઆરની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -