છોટાઉદેપુર: વિદેશી દારુ સાથે ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, 6 લાખનો મુદ્દામાલ જપ્ત
શરાબનો જથ્થો ક્યાંથી લીધો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ કરતાં મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લાના વખતગઢ ગામેથી લઈ ડભોઈના સાઠોદ ગામે પહોંચાડવાની આરોપીઓએ કબૂલાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુર: વડોદરા RR CELL પોલીસે મધ્યપ્રદેશથી કારમાં વિદેશી દારુ લઈને આવતા એક ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ અને મહિલાને ક્વાંટથી ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 6 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કારમાં સવાર શખ્સ અને મહિલાના નામઠામની પૂછપરછ કરતા વડોદરા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિઠ્ઠલ મોહન વણકર અને મહિલા વડોદરાની હોવાનું બહાર આવ્યું હતું.
મધ્યપ્રદેશથી મારુતિ અર્ટિગા કારમાં વિદેશી શરાબ લઈને આવતા હોવાની બાતમી RR CELLને મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ ગોઠવતા કવાંટ તાલુકાના ચાપરિયા ગામ પાસે બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતાં તેમાં વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેમની પાસેથી પોલીસે 1,39,450 ના વિદેશી શરાબ સહિત 6,64,760 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કવાંટ પોલીસે અન્ય બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -