લંપટ ડોક્ટર પ્રતિક જોશીએ કોની સમંતિથી મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાધ્યા હતા? જાણો વિગત
ડોક્ટર રોજેરોજ તેના વિષે અખબારો અને શોશ્યલ મિડીયામાં આવતા સમાચારો જોતો હતો. નોંધનીય છે કે, ડો. પ્રતિક જોષીની મહિલાઓ સાથેની કામલીલા પ્રકરણમાં અનગઢ ગામનો ડે. સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ અને વિનોદ ઉર્ફ વિક્રમ પરમાર ધરપકડ કરવામાં આવી હતી. અને હાલ તેઓ જેલમાં છે. જ્યારે જસવંત ઉર્ફ ટીકો ગોહિલ અને ગોપાલ જાડેજા ફરાર છે.
પીઆઈએ જણાવ્યું હતું કે, ડોક્ટરે મહિલા દર્દીઓ સાથે કરેલી કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ ડે. સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ અને તેના સાગરીતો છેલ્લા 3 વર્ષથી હેરાન કરતા હતા. આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચતા ડોક્ટર ફરાર થઇ ગયો હતો.પોલીસ પૂછપરછમાં ડોક્ટરે જણાવ્યું હતું કે, આખો દિવસ મહિસાગર જિલ્લાના ખેતરોમાં ફર્યા કરતો હતો. અને લારીઓ ઉપર જમતો હતો. અને મોડી રાતે મારા ગામ જઇને સૂઇ જતો હતો.
પરંતુ ખાતામાં રૂપિયા 35,000 જ નીકળ્યા હતા. આથી અપહરણકારોએ ડોક્ટરની અલ્ટો કાર કબજે કરી લીધી હતી અને રૂપિયા 5 લાખ આપ્યા બાદ લઈ જવા જણાવ્યું હતું. જોકે, ડોક્ટરે બીજા દિવસે રૂપિયા 5 લાખ અપહરણકારોને આપીને પોતાની કાર છોડાવી હતી.
જે રકમ વધુ હોવાથી ડોક્ટરે ઈન્કાર કરતા અપહરણકારોએ તેના ગુદામાર્ગમાં લાકડી નાંખી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું છે કે, અપહરણકારો ડોક્ટર પાસેથી પૈસા કઢાવવા માટે બેંકમાં લઈ ગયા હતા.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, તા.22-2-018ના રોજ ડે. સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ અને તેના સાગરીતો ડોક્ટરનું અપહરણ કર્યું હતું અને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. ફાર્મ હાઉસમાં લઇ ગયા બાદ રૂપિયા 50 લાખની ખંડણીની માંગણી કરી હતી.
આ સાથે તેણે સેક્સલીલાના વાયરલ થયેલા વીડિયોનો ઉપયોગ કરીને ગામના ડેપ્યુટી સરપંચ મહેન્દ્રસિંહ કાંતિભાઇ ગોહિલ અને તેના સાગરીતો વિનોદ ઉર્ફ વિક્રમ પરમાર, જસવંતસિંહ ઉર્ફ ટીકો ગોહિલ અને ગોપાલ જાડેજાએ તેની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એસ. પટેલે ડો. પ્રતિક જોષીએ નોંધાવેલી ફરિયાદ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ડો. પ્રતિક જોષીએ મહિલા દર્દીઓ સાથે કરેલી કામલીલાની કબુલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ગોત્રી રોડના રહેવાસી અને અનગઢ ગામમાં પ્રેક્ટીસ કરનાર બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષીની મહિલા દર્દીઓ સાથેની શારીરિક સંબંધ બાધ્યાનો વીડિયો વાયરલ થતાં ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે ડોક્ટરને નંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એસ.પટેલે તેના વતનમાંથી ધરપકડ કરી વડોદરા લઈ આવ્યા હતા.
ગોત્રી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતાં ડો. પ્રતીક જોશીએ આણંદની ડો. વી.એચ.દવે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે. હાલ તે ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હતો. ડો. પ્રતિક જોશીએ મીડિયા સમક્ષ સૌપ્રથમ તો સ્ત્રીઓ સાથેના જે વીડિયો વાયરલ થયાં છે, તે મારાં છે જ નહીં તેમ કહીં છટકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે અંતે તેણે કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આ બધું ચાલતું હતું. મેં સ્ત્રીઓની સમંતિથી શરીર સબંધ બાંધ્યા હતા.
વડોદરાઃ વડોદરા પાસેના અનગઢ ગામમાં મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા ડો. પ્રતિક જોષીએ અનગઢ ગામના ડેપ્યુટી સરપંચ અને તેના 4 સાગરીતો પર અપહરણ અને રૂપિયા 50 લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, અપહરણકારો ડોક્ટરને એક ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા અને ગુદામાર્ગમાં લાકડી નાંખીને અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો.