મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર લંપટ ડોક્ટરની થઈ ધરપકડ, જાણો વિગત
ડોક્ટર પ્રતિક જોષીના કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે જ આ વીડિયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
જે વીડિયો વાયરલ થયા હતા તેમાં ડોક્ટર છ અલગ-અલગ યુવતીઓ સાથે જોવા મળ્યો હતો તે જોતાં ડોક્ટરે અનગઢ ગામની 6 દર્દી યુવતીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી હતી. આ યુવતીઓની ઓળખ જાહેર થઈ જતાં તેમના માટે પણ ગામમાં નિકળવું ભારે થઈ ગયું છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગત પ્રમાણે આ ડોક્ટર બી.એચ.એમ.એસ. છે અને અનગઢ ગામમાં જનરલ પ્રેક્ટિસ કરતો હતો. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.
ડોક્ટરની સેક્સલીલાના વીડિયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ અનગઢ ગામમાં પોતાનું ક્લિનિક શરૂ કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ડોક્ટરને ગામ લોકો રોષે ભરાયા હોવાથી કંઈક અજુગતું થશે તેવી આશંકા જતાં તેણે ફરી ક્લિનિક શરૂ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. છેલ્લા એક માસથી તે ફરાર થઈ ગયો હતો. જોકે આખરે તે પોલીસ સકંજામાં આવી ગયો હતો.
વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતો હોય તેવા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો હતો. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલાં વાયરલ થયા હતા. તેના કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં ડોક્ટર 6 અલગ-અલગ યુવતીઓનાં કપડાં ઉંચાં કરી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો જોઈ શકાયો હતો. ડોક્ટર સાથે દેખાતી યુવતીઓ પણ ડોક્ટર સાથે સેક્સ માણવા આતુર હોય ને પોતાની મરજીથી શારીરિક સંબંધો બાંધતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.
વડોદરાના એક ડોક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું.
મોડીરાત્રે વડોદરા પોલીસે મહીસાગરના વેલણવાડા ગામથી લંપટ ડોક્ટર પ્રતિક જોષીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ઘણાં ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
વડોદરા: વડોદરાના અનગઢ ગામમાં ડોક્ટર પ્રતિક જોષી પોતાના ક્લિનિકમાં જ મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો જેના 25 જેટલા વીડિયો વાયરલ થયા હતા. ત્યાર બાદ ડોક્ટર પ્રતિક જોષી ફરાર થઈ ગયો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી હતી જોકે ડોક્ટર પ્રતિક પોલીસના સકંજામાં આવી ગયો હતો અને તેની ધરપકડ કરી હતી.