વડોદરાઃ રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં આગ, 8 લોકોના મોત
આગની દુર્ઘટનાને પગલે ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આશરે બે કલાક બાદ આગ પર કાબૂ મળવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુકાનમા લાગેલી આગથી ફટાકડા ફુટવા લાગ્યા હતા અને સાથે બે ગેસના સિલિંડર ફાટ્યા હતા જેના લીધે મકાનની એક તરફની દિવાલ ધરાશાયી થતા ઉપરના માળે ગયેલા ગ્રાહકો તેમજ દુકાનદારના પરિવારજનો ઉપરથી પડી દિવાલ નચી દબાઇ ગયા હતા.
તહેવાર નિમિતે આવી ગોઝારી દુર્ઘટના બનતા સમગ્ર વાડોઘોડિયા પંથકમાં એરેરાટી વ્યાપી ગઇ હતી વાઘોડિયાથી 20 કિ.મી. દૂર આવેલા રૂસ્તમપુરા ગામમાં છત્રી બજાર આવેલી છએ. આ બજારમાં નીચે દુકાન અને ઉપર રહેણાંક ઘર ધરાવતાં બે મકાનો આજુબાજુમાં આવેલા છે. બે મકાનો પૈકી એક મકાનમાં નીચે ઇંદ્રીશભાઇ ખત્રી અનાજ-કરિયાણ કટલેરી સામાનની દુકાન ધરાવે છે. ત્યાં જ ફટાકડાની દુકાન પણ કરી હતી. દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.
વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે શુક્રવારે ઢળતી સાંજે દુકાનને અડિને આવલા મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ દુર્ઘટનમા દુકાને ખરીદી કરવા આવેલા ગ્રાહકો સહિત દુકાન માલિકના પરિવારનાં સભ્યો મળીને 8 લોકોના મોત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -