રાજકોટઃ આઠ મહિનામાં 16 દિવસ જ ગયો ઓફિસ, નોટિસ મળતા પોતાને કલ્કિનો અવતાર ગણાવા લાગ્યો આ સરકારી અધિકારી
વારંવાર ઓફિસમાં ગેરહાજર રહેવાને કારણે અધિક્ષક ઇજનેર રમેશચંદ્રને કારણદર્શક નોટિસ મળી હતી જેનો તેણે હાસ્યાસ્પદ જવાબ આપ્યો છે. તેણે ખુલાસો આપતા કહ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો 10મોં અવતાર છું, અને મારે ચેતના કરવી પડે છે, જે ચેતના હું ઓફિસમાં બેસીને ન કરી શકું જેથી હું ઓફિસમાં હાજર રહેતો નથી. અધિક્ષક ઇજનેર તરીકે કાર્ય કરતા રમેશચંદ્ર ફેફર સરદાર સરોવર પુનઃ વસવાટ એજંસીમાં ફરજ બજાવે છે.
સરદાર સરોવર પુન વસવાટ એજન્સીમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફરને વારંવાર ઓફિસમાં ગેરહાજર રહેતા તેમને કારણદર્શક નોટિસ મળી હતી. જેનો જવાબ આપતા રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કિ ગણાવ્યો હતો. રમેશચંદ્રના જવાબને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝાયા હતા.
વડોદરાઃ છેલ્લા આઠ મહિનામાં ફક્ત 16 દિવસ સુધી ઓફિસમાં હાજર રહેલા નર્મદા યોજનાના અધિક્ષક ઈજનેરે ઓફિસમાં ગેરહાજર રહેવા મામલે હાસ્યાપદ જવાબ આપ્યો છે. ઇજનેરે આપેલો આ લેખિત જવાબ હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેણે પોતાને કલ્કિનો અવતાર ગણાવ્યો હતો.