વડોદરા: યુવતી અને પ્રેમી વચ્ચે બંધાયા શારીરિક સંબંધોની પછી પતિને ખબર પડી જતાં શું થયા હાલ? જાણો વિગત
છગનલાલને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઓટો રિક્ષામાં બેસીને સ્ટેશન આવી પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં બેસી જયપુર ભાગી ગયો હતો. વારસીયા પોલીસે હિના જાંગીડ અને તેના પ્રેમી દયારામ ગુર્જર સામે છગનલાલની હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પતિની હત્યા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદયારામ ગુર્જરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારા અને હિના વચ્ચેના પ્રેમમાં છગનલાલ અડચણરૂપ બનતો હતો અને તે મારી પ્રેમિકા હિનાને માર મારતો હતો. તે સહન થતું ન હતું. હિનાએ પણ મને પતિ મારતો હોવાની વાત કરી હતી અને પતિનું કાસળ કાઢી નાંખવા માટે જણાવ્યું હતું. જેના કારણે તા.19મીના રોજ બપોરે 2 વાગે હિનાના ઘરે ગયો હતો. સાંજે અમે ત્રણેય સાથે જમ્યા હતા અને તે બાદ અમારા પ્રેમમાં કાંટારૂપ છગનલાલ જાંગીડના ગળામાં વાયરથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. છગનલાલનો અવાજ બહાર ન જાય તે માટે ટી.વી.નો અવાજ ફૂલ કરી દીધો હતો.
હિનાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાજા નામના યુવાન સાથે મારે પ્રેમ સબંધ હતો. રાજાને નાણાંની જરૂરીયાત પડતી ત્યારે બીજા પ્રેમી દયારામ પાસેથી લેતી હતી અને તે રાજાને આપતી હતી. દયારામ સાથેના પ્રેમની જાણ પતિને થતાં તેણે મારઝૂડ શરૂ કરી હતી. ઉપરાંત ઘરમાંથી બહાર જવા માટે પણ પ્રતિબંધ મુકી દીધો હતો. આથી ત્રાસીને પ્રેમી દયારામ સાથે મળીને પતિની હત્યા કરી હતી.
હીના પોલીસની પૂછપરછમાં ભાંગી પડતા તેણે પ્રેમી દયારામ બદ્રીપ્રસાદ ગુર્જર સાથે મળીને પતિના ગળામાં ઈલેક્ટ્રીક વાયરનો ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે હિનાની કબુલાતના આધારે તેના પ્રેમીની પણ રાજસ્થાનથી ધરપકડ કરી હતી.
વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા ડી-203, પ્રાર્થના ફ્લેટમાંથી તા.19-9-018ના રોજ છગનલાલ ઉર્ફ વિજય ભવંરલાલ જાંગીડનો મૃતદેહ મળી આવ્યો હતો. વારસીયા પોલીસે આ રહસ્યમય હત્યા પ્રકરણમાં અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વારસીયા પોલીસ મથકના પી.એસ.આઈ. એ.ડી. ચૌહાણે છગનલાલ ઉર્ફ વિજય જાંગીડની હત્યાનો ભેદ ઉકેલવા માટે છગનલાલની પત્ની હિનાની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી.
વડોદરા: પ્રેમમાં આડખીલીરૂપ બનતા પતિને બે પ્રેમી ધરાવતી પત્નીએ તેના એક પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં તા.19 સપ્ટેમ્બરના રોજ પતિને મોતને ઉતારી ફરાર થઈ ગયેલી પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી રહસ્યમય હત્યાનો પર્દાફાશ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -