✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ ખુલ્લા મેદાનમાં ગાદલા પર સૂતી હતી નગ્ન યુવતી, સાથે હતા ત્રણ દાઢીવાળા પુરૂષો, લોકો પહોંચતાં શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Aug 2018 10:30 AM (IST)
1

વડોદરાઃ શિનોર તાલુકાના તેરસા ગામે ગૌચરની જગ્યામાં ત્રણ દાઢીવાળા શખ્સો સાથે ગાદલા પર નગ્ન હાલતમાં યુવતી સૂતી હોવાની ઘટનાને લઈને ભારે તર્ક-વિતર્ક સર્જાયા છે. યુવતી પર તાંત્રિક વિધિ કરવામાં આવી કે પછી બળાત્કાર ગુજારી લાશ સગેવગે કરવા માટે આવ્યા તે અંગે ભારે ચર્ચા જાગી છે.

2

એવી પણ ચર્ચા છે કે, ત્રણ દિવસ પહેલા કુકસમાં એક અજાણ ફોર વ્હીલ ગાડી ચાર-પાંચ કલાક પડી રહી હતી. આ ગાડી અંગે તપાસ કરે તો આ ઘટનાની કડી મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે, આ ઘટનામાં કોઈ જાણભેદુ હોઇ શકે છે. કારણ કે, આ જગ્યાએ દિવસે પણ જતાં બીક લાગે છે.

3

આ યુવકને ત્રણેય શખ્સો જોઇ જતાં તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવક તેમની પકડમાં આવ્યો નહોતો અને ભાગી છૂટ્યો હતો. આ યુવકે પોતાના મિત્રને બધી વાત કરતાં તેઓ ગામમાં ગયા હતા અને બધાની વાત કરી હતી. આ પછી ચાર-પાંચ યુવનો ધોકા લઈને ત્યાં ગયા હતા, પરંતુ આ શખ્સો ભાગી ગયા હતા.

4

આ અંગેની વિગતો એવી છે કે, સાધલીથી કુકસ જતા નર્મદા કેનાલનું મકાન આવેલું છે. અહીંથી થોડે દૂર ગૌચરની જગ્યા છે. જ્યાં ત્રણ દિવસ પહેલા આ ખુલ્લી જગ્યામાં બાવા જેવા દેખાતા ત્રણ દાઢીવાળા શખ્સો અને ગાદલા પર સૂતેલી સંપૂર્ણ નગ્ન યુવતીને ગાયો ચરાવતો એક યુવક જોઇ ગયો હતો.

5

જોકે, આ જગ્યાએ ગાદલું, યુવતીના કપડા, સાડીના લટકણ, બંડી, હિંચકો, પાણીની બોટલો મળી આવી હતી. એટલું જ નહીં, બાજુમાં એક નાનો ખાડો પણ હતો. કોઈ ન હોય યુવકો ગામમાં પરત ફર્યા હતા. બીજા દિવસે માંજરોલના ગામ લોકોએ તપાસ કરતાં ત્યાં કંઇ મળ્યું નહતો. જોકે, આ વાતને લઈને આસપાસના ગામોમાં ભારે ચર્ચા જાગી છે.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ ખુલ્લા મેદાનમાં ગાદલા પર સૂતી હતી નગ્ન યુવતી, સાથે હતા ત્રણ દાઢીવાળા પુરૂષો, લોકો પહોંચતાં શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.