વડોદરા: રેપના આરોપી જયેશ પટેલે સેક્સની ક્ષમતાનો ટેસ્ટ આપવાનો કર્યો ઇનકાર, જાણો કેમ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલના વીર્ય, ડીએનએ, બ્લડ સેમ્પલ, બ્લડ પ્રેશર, ડાયાબિટિસ સહિતના ટેસ્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ આરોપી જયેશ પટેલે સહકાર આપ્યો નથી. જયેશ પટેલના ગુપ્તાંગની ફરતે આવેલા વાળ તપાસ માટે લેવામાં આવ્યા છે. જ્યારે જયેશ પટેલે કહ્યુ હતું કે તે પોતે ડાયાબિટીસનો દર્દી હોવાની આ ટેસ્ટ આપશે નહીં
ત્રણ કલાક સુધી જયેશ પટેલના મેડિકલ ટેસ્ટ માટે પ્રયત્ન કર્યા હતાં. છતાં વીર્ય ટેસ્ટ માટે તેઓએ જરા પણ સહકાર આપ્યો નથી. જયેશ પટેલને આજે ફરી મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાશે. જરૂર પડે છે તો ભાવના અને જયેશ પટેલનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવશે.
પારુલ યુનિવર્સિટીના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલની ગઇકાલે મોડી રાત્રે આસોદર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર જયેશ પટેલના કૃત્યથી ગુસ્સે ભરાયેલા લોકો એકઠા થયા હતા. જયેશ પટેલને પોતાને સોંપી દેવાની ટોળાએ સૂત્રો પોકાર્યા હતા.
પોલીસે દલીલ કરી હતી કે જયેશ પટેલ પાંચ દિવસથી ભાગતો ફરતો હતો ત્યારે તે ક્યાં ગયો તેની તપાસ જરૂરી છે. આ ઉપરાંત તેની સાથીદાર એવી હોસ્ટેલ રેક્ટર ભાવના ચૌહાણ પણ ભાગી ગઈ હતી. બંને પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યાં છે તેથી બંનેને સાથે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે.
વડોદરા: નર્સીગની વિદ્યાર્થિની પર બળાત્કારના આરોપી પારુલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન જયેશ પટેલને 30 જૂન સુધી નવ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયેશ પટેલને પોલીસ વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -