પાકિસ્તાની લશ્કરની ગોળીઓ સૌથી પહેલાં ભારતના 22 કરોડ મુસ્લિમો છાતી પર ઝીલશે, કોણે કર્યું એલાન ? જાણો
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
અશરફીએ ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવેલા અશરફીએ પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે અને ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી ના કરે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ કૃત્ય ઈસ્લામ વિરોધી છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના મહારાષ્ટ્રના પ્રમુખ અશરફીએ કહ્યું હતું કે ભારત શાંતિથી રહેવા ઈચ્છે છે પણ પાકિસ્તાન તેને ભારતની નબળાઈ ના સમજે. પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ મળશે અને આ દેશના મુસ્લિમો પાકિસ્તાનને પછાડવા માટે સક્ષમ છે.
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે અને પાકિસ્તાનની ગોળીઓ સૌથી પહેલાં પોતાની છાતી પર ઝીલશે તેવું એલાન મુસ્લિમ નેતા સૈયદ આલમગીર અશરફીએ કર્યું છે.