વડોદરાઃ પ્રેમપ્રકરણમાં બે જૂથ વચ્ચે મારામારીમાં પિતા-પુત્રનું મોત, જાણો વિગત
પાદરાના રણુ ગામમાં મસ્જિદ પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા રમઝાન ઇસ્માઇલ સિંધાની નાની બહેન પરવીનાબાનુએ ગામમાં જ રહેતા અલ્લારખા મલેકના પુત્ર યાસિન સાથે ભાગીને નિકાહ કર્યા હતા. નિકાહ પછી કર્યા યાસીન પત્ની પરવીનાબાનુને ઘરે લઇ આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જૂથ અથડામણને કારણે નાસભાગ મચી ગઇ હતી. આ હુમલાઓમાં 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તુરંત જ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પિતા-પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવની જાણ રણુ પોલીસને થતાં તુરંત જ દોડી ગઇ હતી. બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાદરા પોલીસ સહિત આસપાસના ગામની પોલીસ ગામમાં બોલાવાઈ હતી. પોલીસે બંને જૂથની ફરિયાદો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરાઃ પાદરા તાલુકાના રણુ ગામે પ્રેમપ્રકરણ મુદ્દે એક જ કામના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં પિતા-પુત્રનું મોત થયું છે. ત્યારે પાદરા પોલીસે બે સગીર સહિત 25 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પાંચ આરોપી ફરાર છે.
બુધવારે રાત્રે પરવીનાબાનુનો ભાઇ રમઝાન સિંધા અને તેના પરિવારના સભ્યો યાસીન અલ્લારખા મલેકના ઘરે ગયા હતા અને પરવીનાબાનુને પરત સોંપી દેવા જણાવ્યું હતું. જોકે, યુવતીએ યાસીન સાથે રહેવાનું કહેતા તેઓ પાછા આવી ગયા હતા.
આ જ રાતે યાસીનના પિતા અને અન્ય સંબંધીઓ ધારીયા, ભાલા, લાકડીઓ સાથે જેવા મારક હથિયારો સાથે યુવતીના પરિવારજનો પર હુમલો કર્યો હતો. બીજી બાજુ યુવતીના ભાઇ રમઝાન સિંધા અને તેના પરિવારજનો પણ હથિયારો સાથે સામે આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -