વડોદરા: દારૂની હેરાફેરી માટે બુટલેગરે અપનાવ્યો અનોખો કીમિયો, આ કીમિયો જોઈને તમે પણ ચોંકી જશો
હાલોલથી વડોદરા 20 લિટર પાણીના જગમાં લવાતો બિયર અને વિદેશી દારૂનો રૂપિયા 1.66 લાખનો જથ્થો પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અનોખો કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. વારસીયાના બુટલેગરોએ પીવાના પાણીના જગ સપ્લાયની આડમાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે રૂપિયા 1.66 લાખનો બિયર અને વિદેશી દારૂ, ટેમ્પો, 6 મોબાઇલ ફોન, કાર તેમજ 54 પાણીના જગ મળી કુલ્લે રૂપિયા 7,98,735નો મુદ્દામાલ કબજે કરી વાઘોડિયા પોલીસના હવાલે કરી દીધા હતા.
પોલીસે વિદેશી દારૂ લઈને ટેમ્પોમાં પીવાના પાણીના જગમાં બિયર અને દારૂનો જથ્થો લઈને આવી રહેલા ટેમ્પો ચાલક અમિત નરેન્દ્રસિંહ ભદોરીયા તેમજ ટેમ્પોની આગળ કારમાં પાયલોટીંગ કરી રહેલા વારસીયાના રહેવાસી ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવ, વિજય કનૈયાલાલ મોટવાણીની ધરપકડ કરી હતી.
જોકે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઇ. જે. ડી. સરવૈયાને માહિતી મળી હતી કે, એક ટેમ્પો દારૂ ભરીને વડોદરા આવી રહ્યો છે. આ બાતમીના આધારે તેઓએ તેમના સ્ટાફની મદદ લઈ જરોદ પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન એક કાર અને તેની પાછળ આવી રહેલ એક ટેમ્પો આવતાં તેણે રોકીને તપાસ કરતાં ટેમ્પોમાંથી પીવાના પાણી ભરેલા 54 જગમાંથી બિયર અને વિદેશી દારૂની 1,199 બોટલ મળી હતી. બુટલેગરના આ કિમીયાને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વડોદરા: ગાડીઓમાં દારૂની હેરાફેર પકડાતા જોઈ હશે, કોઈના ઘરમાંથી દારૂ પકડાતો જોયો હતો પરંતુ બુટલેગરો હવે અલગ-અલગ કીમિયો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે તે નહીં જોઈ હોય. તો આવો જ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો છે જે જોઈને તમે પણ ચોંકી જશો. પીવાના પાણીના જગમાં વિદેશી દારૂની થઈ રહેલી હેરાફેરીનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -