વડોદરાઃ 16 વર્ષના છોકરાને 24 વર્ષની સિંગર સાથે બંધાયા સંબંધ, સ્કૂલ છોડી પ્રેમિકા સાથે અંગત પળો માણવા ઉપડી જતો, પરિવારને પડી ખબર ને...
બીજી તરફ કામેશને પિતાએ અપહરણની ફરિયાદ કરી હોવાનું તેમજ કાવ્યાના ઘરે તપાસ કરી હોવાનું જાણવા મળતાં તે ઘરે પરત ફર્યો હતો. દીકરો ઘરે પરત ફરતાં પરિવારે રાહતો શ્વાસ લીધો હતો, પરંતુ તે બે દિવસ સુધી ક્યાં હતો, તે અંગે પરિવારને કાંઇ જ જણાવતો નથી.
બંનેને મળવામાં તકલીફ થતાં ગત બીજી તારીખે કામેશ ઘરેથી જતો રહ્યો હતો અને ઘરે ચીઠ્ઠી મૂકતો હતો. ઘરે ચીઠ્ઠી હાથ લાગતાં કામેશને શોધવા પરિવારે દોડાદોડી કરી મૂકી હતી. તેમણે બે દિવસ સુધી કાવ્યાના ઘર ઉપરાંત અલગ અલગ સ્થળે તપાસ કરી હહતી, પરંતુ તેનો પત્તો ન લાગતા તેમણે દીકરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
એટલું જ નહીં, કામેશ કાવ્યાને મળી ન શકે તે માટે તેના પિતા તેને સ્કૂલ અને ટ્યૂશને લેવા-મૂકવા માટે જતા હતા. જોકે, કામેશ સ્કૂલ અધવચ્ચે છોડી કાવ્યાને મળવા જતો રહેતો હતો અને સ્કૂલ છૂટવાના સમયે પરત ઘરે આવી જતો હતો.
વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં રહેલા 16 વર્ષના કિશોર અને 24 વર્ષીય સિંગરની લવ સ્ટોરીએ ભારે ચકચાર મચાવી છે. પાડોશમાં રહેતી યુવતી સાથે દીકરાના પ્રેમસંબંધની જાણ થતાં પરિવાર બીજે રહેવા જતો રહ્યો, પરંતુ આ પ્રેમસંબંધ અટક્યો નહીં. તેમજ પરિવારે વિરોધ કરતાં કિશોર બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતાં કામેશ(નામ બદલ્યું છે)ને પાડોશમાં રહેતી 24 વર્ષીય કાવ્યા(નામ બદલ્યું છે) પ્રેમસંબંધ બંધાયા હતા. કાવ્યા પોતે સિંગર હોય રાતે ઘરે મોડી આવતી હતી. જેને કારણે તે પોતાના અન્ય મકાનમાં રાત રોકાતી હતી. આનો લાભ લઈ કામેશ અને કાવ્યા અહીં વારંવાર મળતા હતા અને એકાંત માણતા હતા.
આ પ્રેમસંબંધની જાણ કામેશના પરિવારને થઈ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. કામેશ અને કાવ્યાને તેમના પરિવારજનોએ ખૂબ સમજાવવા છતાં પણ બંને સમજ્યા નહોતો. આ પ્રેમસંબંધથી કંટાળી કામેશનો પરિવાર બીજે રહેવા જતો રહ્યો હતો. પરિવારે ઘર બદલી નાંખતા બંનેને મળવામાં તકલીફ પડવા લાગી હતી. પરિવારે કામેશ પાસેથી તેનો મોબાઇલ પણ લઈ લીધો હતો.