‘વુમન આઈકોન એવોર્ડ-2019’ માટે ગુજરાત કેડરના કયા મહિલા IPSની પસંદગી થઈ, જાણો વિગત
સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, સમજ સ્પર્શની અભિયાનની શરૂઆત કરવામાં મદદ કરનાર દરેકનો હું આભાર માનું છું. ટીમે 8 મહિનાથી અભિયાનને આગળ ધપાવવા જે મહેનત કરી છે તે બધાંની હું ઋણી છું. ચેન્નાઈ ખાતે યોજાનાર આ ઈવેન્ટમાં પણ હું આ અભિયાન પ્રસરાવી બાળકો પર થતાં અત્યાચાર અને સતામણીના બનાવો ઘટાડવાનો પ્રયાસ કરીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેરણાત્મક, સક્ષમ, ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય બદલ મહિલાઓને આપવામાં આવતા ગ્લોબલ એવોર્ડની 12 કેટેગરીમાંની વુમન ઈન યુનિફોર્મ કેટેગરી માટે ડી.સી.પી. સરોજ કુમારીની પસંદગી કરવામાં આવી છે. 2 માર્ચ 2019ના રોજ ચેન્નાઈ ખાતે આવેલા ધ ચિન્મયા હેરિટેજ હોલ ખાતે તામિલનાડુના ગવર્નર થીરૂ બનવારીલાલ પુરોહિતના હસ્તે સરોજ કુમારીને એવોર્ડ આપવામાં આવશે.
વડોદરાઃ 19 જુલાઈ 2018થી ગુડ ટચ અને બેડ ટચ વિશે બાળકો, વાલીઓ અને શિક્ષકોને સમજ સ્પર્શની અભિયાનની શરૂઆત કરનાર વડોદરા શહેર ઝોન 4ના ડી.સી.પી. સરોજ કુમારીની વુમન આઈકોન એવોર્ડ 2019 માટે પસંદગી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -