વડોદરાઃ ‘મને કહ્યુઃ તારાં કપડાં કાઢી નાંખ, અમારે રેપ કરવો છે, મેં બૂમો પાડી તો ઝાડીઓમાં ખેંચીને લઈ ગયા ને.......’
વડોદરાઃ વડોદરામાં ત્રણ હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ પોતાના દર્દનાક અનુભવ અંગે મીડિયા સાથે વાત કરી છે. યુવતીએ જણાવ્યું કે, આ નરાધમોએ અમને રાત્રે અમને લૂંટી લીધા પછી મારા પતિને ભગાડી મૂક્યા હતા. એ પછી તેમણે મને કહ્યું કે, કપડાં કાઢી નાંખ, અમારે તારા પર બળાત્કાર કરવો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેંગ રેપનો ભોગ બનેલી યુવતી પર થયેલા અત્યાચારની વાત તેનાં માતા પિતાને કરાઇ નથી. ઘટનાની જાણ થતાં પીડિતાના આણંદમાં રહેતા સાસુ-સસરા વડોદરા દોડી આવ્યા હતા. પીડિતાના પાંચ માસ પહેલાં જ લગ્ન થયા હતા અને વડોદરામાં દોઢ બે માસથી રહેવા આવ્યા હતા. પીડિતાએ ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો છે.
કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને યુવતીના મકાન માલિક શોધતા આવ્યા હતા. તેમના બાઇકની લાઇટ પડતાં ત્રણેય હવસખોરો ભાગી ગયા હતા. યુવતી પર મકરપુરા જીઆઇડીસીમાં કોતર તલાવાડી શાક માર્કેટ રોડ પર ખુલ્લા મેદાનમાં સામૂહિક બળાત્કાર કરાયો હતો.
યુવતીએ કહ્યું કે, મેં આનાકાની કરી તો, હવસખોરો મને મેદાનમાં ઝાડીઓ બાજુ ખેંચતા લઇ ગયા હતા. એ વખતે મેં બચાવો, બચાવોની બૂમો પાડી હતી. મારી બૂમો સાંભળીને કૂતરા બહુ ભસ્યા હતા પણ હવસખોરોએ તેના તરફ ધ્યાન ના આપીને મને નગ્ન કરીને પરાણે મારી સાથે શારીરિક સંબંધો બાંધીને રેપ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -